અંકિતા લોખંડે હાથમાં મૂકી વિકીના નામની મહેંદી
મુંબઈ, એક્ટ્રેસ અંકિતા લોખંડે પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કરવા જઈ રહી છે. વિકી અને અંકિતાના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. મુંબઈની જ એક હોટેલમાં કપલના લગ્ન અને પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
૧૧ ડિસેમ્બરે રાત્રે અંકિતા અને વિકી જૈનની મહેંદી સેરેમની યોજાઈ હતી. જેમાં કપલના પરિવારજનો ઉપરાંત અંગત મિત્રો હાજર રહ્યા હતા. જાણીતા મહેંદી આર્ટિસ્ટ વીણા નાગડાએ અંકિતા અને વિકીના હાથમાં મહેંદી મૂકી હતી. જેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અંકિતાએ મહેંદી સેરેમનીમાં પિંક રંગના આઉટફિટ પર પસંદગી ઉતારી હતી. જ્યારે વિકીએ પેસ્ટલ રંગનો કુર્તો પહેર્યો હતો. મહેંદી સેરેમનીમાં વિવિધ ગીતો વાગી રહ્યા હતા ત્યારે અંકિતા જાેરજાેરથી ગીતો ગાતી જાેવા મળી હતી.
અંકિતા અને વિકી બંનેને વીણા નાગડાએ મહેંદી મૂકી આપી હતી, જ્યારે અંકિતાની મમ્મી સહિતના પરિવારજનોને વીણાની ટીમે મહેંદી મૂકી હતી. એક્ટ્રેસ સના મકબૂલ મહેંદી સેરેમનીમાં હાજર રહી હતી ત્યારે તેણે પણ વિકી જૈન સાથે મસ્તી કરતાં અને નાચતાં અનેક વિડીયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા હતા.
વિકી અને અંકિતાની મહેંદી સેરેમની નાચગાનથી ભરપૂર રહી હતી. મહેંદી સેરેમની પહેલા પણ કોઈ મહારાષ્ટ્રીયન વિધિ પૂરી કરવામાં આવી હશે તેમ લાગી રહ્યું છે. વીણાએ અંકિતા સાથેની એક તસવીર શેર કરી છે જેમાં અંકિતા મરાઠી મુલગીના અવતારમાં ખૂબ સુંદર લાગી રહી છે.
પીળા રંગની સાડીમાં અંકિતાના ચહેરા પર દુલ્હન બનવાની ખુશી દેખાઈ રહી છે. વીણાએ આ તસવીર શેર કરતાં અંકિતા અને વિકીને જીવનની નવી શરૂઆત માટે અભિનંદન પાઠવ્યા છે. વીણાએ બીજી પણ એક તસવીર શેર કરી છે જેમાં તે અને અંકિતા સ્માઈલ કરીને કેમેરા સામે પોઝ આપી રહ્યા છે.
વીણાએ તસવીર શેર કરતાં લખ્યું, ‘અંકિતા લોખંડેની મહેંદી સેરેમનીમાં. વિકી અને અંકિતા બંનેને મહેંદી મૂકી આપ્યા પછી વીણાએ તેમની સાથે પોઝ આપ્યા હતા. અંકિતા અને વિકી તસવીરોમાં ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે.SSS