Western Times News

Gujarati News

વિશ્વમાં કોરોનાનાં કેસ થયા ૨૭ કરોડ, ભારતમાં સક્રિય કેસ સૌથી ઓછા નોંધાયા

નવીદિલ્હી, વૈશ્વિક કોરોનાવાયરસ કેસ વધીને ૨૭ કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં કુલ ૫૩ લાખ લોકોનાં મોત થયા છે, જ્યારે ૮.૪૩ અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે.યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગે સોમવારે સવારે તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે વધીને ૨૭૦,૧૨૪,૭૮૨, ૫,૩૦૫,૬૫૪ અને ૮,૪૩૬,૯૩૭,૭૫૧ થઈ ગઈ છે.

સીએસએસઇ મુજબ, અમેરિકા અનુક્રમે ૪૯,૯૧૯,૬૩૭ અને ૭૯૭,૩૪૫ પર વિશ્વનાં સૌથી વધુ કેસ અને મૃત્યુ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. જણાવી દઇએ કે, સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, ભારતમાં કોવિડ-૧૯ ની સંખ્યા વધીને ૩,૪૬,૯૭,૮૬૦ થઈ છે જેમાં એક દિવસમાં ૭,૩૫૦ લોકો કોરોનાવાયરસની ઝપટમાં આવ્યા છે.

જણાવી દઇએ કે, સક્રિય કેસોની સંખ્યામાં ઘટીને ૯૧,૪૫૬ થઇ ગયો છે, જે ૫૬૧ દિવસમાં સૌથી ઓછો છે. સવારે ૮ વાગ્યે અપડેટ થયેલા ડેટા મુજબ ૨૦૨ નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને ૪,૭૫,૬૩૬ થયો છે. છેલ્લા ૪૬ દિવસથી નવા કોરોના વાયરસનાં ચેપમાં દૈનિક વધારો ૧૫,૦૦૦થી નીચે નોંધાયો છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સક્રિય કેસોની સંખ્યા ઘટીને ૯૧,૪૫૬ થઈ ગઈ છે, જેમાં કુલ ચેપનાં ૦.૨૬ ટકાનો સમાવેશ થાય છે, જે ૫૬૧ દિવસમાં સૌથી ઓછો છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ-૧૯ રિકવરી રેટ ૯૮.૩૭ ટકા નોંધાયો છે, જે માર્ચ ૨૦૨૦થી સૌથી વધુ છે.

૨૪ કલાકનાં સમયગાળામાં સક્રિય કોવિડ-૧૯ કેસની સંખ્યામાં ૮૨૫ કેસનો ઘટાડો નોંધાયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૮૬ ટકા નોંધાયો હતો. છેલ્લા ૭૦ દિવસમાં તે બે ટકાથી ઓછો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૦.૬૯ ટકા નોંધાયો હતો. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર છેલ્લા ૨૯ દિવસથી તે એક ટકાથી નીચે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.