Western Times News

Gujarati News

અધિકારોની માંગણી સાથે બલુચીઓનું ઈસ્લામાબાદ સામે વિરોધ પ્રદર્શન

ગ્વાદર, બલૂચિસ્તાનમાં ગ્વાદરમાં શરૂ થયેલા અધિકારો માટેના આંદોલનમાં લોકોની ભાગીદારી વધી રહી છે. હવે મહિલાઓ અને બાળકો પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે. ૧૦ ડિસેમ્બરે મહિલાઓ અને બાળકો સહિત હજારો લોકોએ ગ્વાદરના મુખ્ય માર્ગો પર કૂચ કરી હતી.

જમાત – એ – ઇસ્લામીના બલૂચિસ્તાનના જનરલ સેક્રેટરી મૌલાના હિદાયત-ઉર-રહેમાનના નેતૃત્વમાં ગ્વાદરના લોકોએ ૨૬ દિવસ પહેલા ‘ગ્વાદર કો હક દો’ આંદોલન શરૂ કર્યુ હતું. તેમની માંગણીઓના સમર્થનમાં, લોકોએ પ્લેકાર્ડ અને બેનરો સાથે સેરાૂતન-નબી ચોકથી તેમની કૂચ શરૂ કરી હતી.

લોકોએ બલૂચિસ્તાન અને પાકિસ્તાન સરકાર વિરૂદ્‌ઘ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે જયાં સુધી અમને અમારો અધિકાર નહીં મળે ત્યાં સુધી તેઓ સંઘર્ષ અને વિરોધ ચાલુ રાખશે. મૌલાના હિદાયતે કહ્યું છે કે આ આંદોલન માછીમારો, ગરીબ મજૂરો અને વિદ્યાર્થીઓ સહિત બલૂચિસ્તાનના હાંસિયામાં ધકેલાઇ ગયેલા અને દલિત લોકોનું આંદોલન છે. જયાં સુધી તેમની તમામ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને તેનો અમલ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

ગ્વાદરમાં હજારો બલૂચ લોકો ૨૬ દિવસથી સતત વિરોધ પ્રદર્શન કરી રહયા છે. આ લોકો ગ્વાદરના વિકાસની સાથે સ્વચ્છ પાણીની પણ માંગ કરી રહયા છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે ૭૦ વર્ષ વીતી ગયા છતાં પણ અમને અમારો હક્ક આપવામાં આવ્યો નથી.

વિરોધીઓએ ૧૯ માંગણીઓ આગળ મૂકી છે, જેમાં સમુદ્રને ટ્રોલર માફિયાઓથી મુકત કરવા માટે પગલાં લેવા અને માછીમારોને પાણીમાં મુકતપણે જવા દેવાનો સમાવેશ થાય છે. આંદોલનકારીઓએ બિનજરૂરી ચેકપોસ્ટથી છૂટકારો મેળવવા અને સુરક્ષાના નામે નાગરિકોનું અપમાન ન કરવાની પણ માંગ કરી છે. તેણે ગ્વાદરમાં તમામ દારૂની દુકાનો બંધ કરવાની માંગ પણ કરી છે.

માંગણીઓમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ચાઇના ઓવરસીઝ પોર્ટ હોલ્ડિંગ કંપની દ્વારા કામ કરતા મોટાભાગના લોકો ગ્વાદર બહારના છે. આવી સ્થિતિમાં સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવી જાેઇએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.