દક્ષિણ આફ્રિકા સીરીઝ પહેલા રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/Rohit-Sharma.jpg)
મુંબઇ, દક્ષિણ આફ્રિકા સીરીઝ પહેલા ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે.ટી ૨૦ બાદ વનડેનો કેપ્ટન બનેલો રોહિત શર્મા મુંબઈમાં ટ્રેનિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ભારતીય ટીમ ૧૬ ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. તે પહેલા તમામ ખેલાડીઓને મુંબઈમાં ત્રણ દિવસ માટે ક્વોરેન્ટિન થવું પડશે.
એક રિપોર્ટ અનુસાર, રોહિત મુંબઈમાં પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને તેણે લાંબા સમય સુધી ટ્રેનિંગમાં ભાગ લીધો ન હતો. નવા ટેસ્ટ વાઇસ-કેપ્ટન રોહિત શર્મા સાથે અજિંક્ય રહાણે, રિષભ પંત, કેએલ રાહુલ અને શાર્દુલ ઠાકુરે રવિવારે બપોરે શરદ પવાર એકેડમીમાં નેટમાં પ્રેક્ટિસ કરી હતી. એવું માનવામાં આવે છે કે તે દરમિયાન રોહિત ઈજાગ્રસ્ત થયો હતો. જાે કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.HS