પત્ની રશેલ ઉર્ફે રાજેશ્વરી સાથે પટણા પહોંચ્યા તેજસ્વી યાદવ

નવી દિલ્હી, દિલ્હીમાં અચાનક જ લગ્ન કરીને બધાને ચોંકાવી દેનાર લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેમજ બિહારના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ પત્ની રશેલ ઉર્ફે રાજેશ્વરી દેવી સાથે પટણા પહોંચી ચુકયા છે.
તેઓ રવિવારે મધરાતે એક વાગ્યે રોડ માર્ગે પટણા પહોંચ્યા હતા.એવુ મનાય છે કે, તેજસ્વી યાદવ પત્ની સાથે પટન દેવી મંદિરમાં પૂજા કરવા જશે.બીજી તરફ લાલુ પરિવારે તેજસ્વીના રિસેપ્શનની તૈયારીઓ શરુ કરી દીધી છે.
જોકે તેજસ્વીના લગ્નને લઈને મામા સાધુ યાદવની નારાજગી યથાવત છે.તેમણે તો હવે બહેન રાબડી દેવી, લાલુ યાદવ અને પોતાના ભાણીયાઓની સંપત્તિની તપાસની પણ માંગ કરી દીધી છે.
આ પહેલા તેમણે કહ્યુ હતુ કે, તેજસ્વીએ અન્ય ધર્મની યુવતી સાથે લગ્ન કરીને યોગ્ય પગલુ ભર્યુ નથી.બીજી તરફ તેજસ્વીના ભાઈ તેજ પ્રતાપ યાદવે મામા સાધુ યાદવને ઓકાતમાં રહેવાની ધમકી આપી છે.જેના પગલે સાધુ યાદવ હવે વધારે ભડકયા છે.