Western Times News

Gujarati News

BoIએ ડિપોઝિટ વીમા રકમની ચુકવણી સમયસર કરવા ગ્રાહકોને મદદ કરવા કાર્યક્રમ હાથ ધર્યો

હજારો ખાતાધારકોને રૂ. 5 લાખ સુધીનું વીમાકવચ મળવામાં મદદ મળશે

મુંબઈ, બેંક ઓફ ઇન્ડિયાએ આજે જાહેરાત કરી હતી કે, બેંકે ફડચામાં ગયેલી 16 શહેરી સહકારી બેંકોના નાણાકીય ખેંચ અનુભવતા ખાતાધારકો સુધી પહોંચવા માટેનું અભિયાન શરૂ કર્યું હતું અને તેમને નિર્ધારિત સમયમર્યાદામાં રૂ. 5 લાખ સુધીનું ડિપોઝિટ વીમાકવચ પ્રાપ્ત થાય એ માટે મદદ કરી છે.

આ કાર્યક્રમ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો અને નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ (ડીએફએસ)ની સૂચનાઓ મુજબ યોજાયો હતો.

બેંક ઓફ ઇન્ડિયા ઝડપી અને સરળ વીમા વિતરણ માટે પસંદ કરેલા 18 ફિલ્ડ લોકેશનમાં સામેલ છે. મુખ્ય કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીમાં અખિલ ભારતીય સ્તરે વેબકાસ્ટ પર યોજાયો હતો.

આ આઉટરિચ કાર્યક્રમ દરમિયાન બેંક ઓફ ઇન્ડિયાએ વીમાના દાવાઓ રજૂ કરવા અસરગ્રસ્ત થાપણદારોને મદદ કરી હતી અને જાણકારી આપી હતી, જેથી તેમને ચુકવણી સરળતાપૂર્વક અને વિના વિલંબે થઈ હતી. તમામ હિતધારકોના સહિયારા પ્રયાસો પછી અભિયાનને આરબીઆઈની પેટાકંપની ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી) દ્વારા વચગાળાની ચુકવણી સાથે વેગ આપવા શરૂ થયું છે, જેણે છેલ્લાં 15 દિવસમાં અનેકગણો વધારો થયો છે.

ખાસ કરીને બેંક ઓફ ઇન્ડિયાની મહારાષ્ટ્રમાં સાંગલી શાખામાં આ પ્રકારની એક આઉટરિચ ઇવેન્ટમાં 200થી વધારે થાપણદારોને લાભ મળ્યો હતો. બેંકે રાજ્ય કક્ષાના આદરણીય પંચાયતી રાજ મંત્રી શ્રી કપિલ મોરેશ્વર પાટિલની હાજરીમાં સર્જેરાવ નાયક શિયારાલા સહકારી બેંકના 4,389 ખાતાધારકોને રૂ. 37.23 કરોડની ડિપોઝિટ વીમા રકમ મેળવવામાં મદદ કરી હતી.

ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (સંશોધન) ધારો, 2021 1 સપ્ટેમ્બર, 2021ના રોજ અમલમાં આવ્યો હતો, જે સુનિશ્ચિત કરશે કે નાણાકીય ખેંચ અનુભવતા થાપણદારોને ડિપોઝિટ વીમાકવચ સુલભ થયું છે, જે ફેબ્રુઆરી, 2020માં રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.