Western Times News

Gujarati News

ભારત માત્ર હિન્દુઓનું નથી તમામ ભારતીયોનું છેઃ ઔવૈશી

નવી દિલ્હી, રાજસ્થાનમાં જયપુરમાં યોજાયેલી રેલીમાં હિન્દુ વર્સિસ હિન્દુત્વની વ્યાખ્યા કરનારા રાહુલ ગાંધીના નિવેદન બાદ હવે મુસ્લિમ આગેવાન તેમજ AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને વાંધો પડયો છે.

ઓવૈસીએ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરતા કહ્યુ હતુ કે, કોંગ્રેસનો સેક્યુલર એજન્ડા હિન્દુઓને સત્તા પર લાવવાનો છે.ભારત માત્ર હિન્દુઓની નથી પણ તમામ ભારતીયોનુ છે.

ઓવૈસીએ રાહુલ ગાંધીના નિવેદન બાદ ટિ્‌વટ કરીને કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ હિન્દુત્વ માટે ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે.કોંગ્રેસ પણ બહુમતીઓના વોટ મેળવવા માંગે છે.

દરમિયાન સીએમ અશોક ગહેલોટને રાહુલ ગાંધીના નિવેદન બાદ સફાઈ આપવી પડી હતી અને કહ્યુ હતુ કે, સત્ય, અહિંસા, પ્રેમ અને ભાઈચારામાં માનનાર હિન્દુ છે જ્યારે હિંસા, અસહિષ્ણુતા, ધૃણા ફેલાવવામાં માનતા લોકો હિન્દુત્વ વાદી છે.ગાંધીજી અને ગોડસેમાં જે અંતર હતુ તે હિન્દુ અને હિન્દુત્વ વાદીમાં છે.કટ્ટરતા કોઈ ધર્મમાં સ્વીકાર્ય નથી અને એવામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનુ માનવુ છે કે, આરએસએસ અને ભાજપ દ્વારા હિન્દુ ધર્મના મૂળ સ્વરુપને બગાડવામાં આવી રહ્યુ છે અને દેશમાં નફરત અને હિંસાની રાજનીતિ ફેલાવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, આ દેશ હિન્દુઓનો છે અને હિન્દુત્વવાદીઓના નહીં.જેને લઈને હવે ઓવૈસીએ આ પ્રકારના નિવેદન પર સવાલ ઉઠાવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.