ઘોડાસરમાં રહેતી પરિણિતાને લગ્નના દિવસે જ સસરાએ રૂ. ૫૦ હજારની માંગણી કરી
અમદાવાદ, ઘોડાસર વિસ્તારમાં રહેતી પરિણિતાનું દહેજના દુષણના કારણે લગ્નના અઢી વર્ષમાં ઘર ભાગ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, લગ્નના દિવસે જ સસરાએ રૃા. ૫૦ હજારની માંગણી કરી હતી જેના કારણે લગ્ન બાદ ત્રણ મહિનામાં તકરાર શરુ થઇ હતી, એટલું જ નહી શંકા રાખીને પતિ મારઝૂડ કરતો હતો અને કોઇને ઘરે જવા દેતા પણ ન હતા. ઇસનપુર પોલીસે પતિ સહિત સાસરીના સાત સભ્યો સામે ગુનો નાંેેધી વધુ તપાસ હાથ ધરી છે.
તારો બાપ એકદમ ભિખારી છે, શંંકારાખીને પતિ મારઝૂડ કરતો, કોઇના ઘરે જવા દેતા ન હતા કપડા પણ લાવી આપતા ન હતા ઃદોઢ વર્ષથી પરિણિતા ઘેર બેઠી છતાં સામું જાેતા નથી.
આ કેસની વિગત એવી છે કે ઘોડાસર વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય મહિલાએ પતિ સહિત સાસરીના સાત સભ્યો સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મહિલાના સમાજના રિતી રિવાજ મુજબ ૨૦૧૮માં પ્રશાંત સાથે લગ્ન કર્યા હતા. લગ્નના દિવસે જ સસરાએ મહિલાના પિતા પાસે રૃા. ૫૦ હજારની માંગણી કરી હતી જાે કે લગ્નના મહિના બાદ રૃપિયા આપવાની વાત કરતાં લગ્ન કર્યા હતા, લગ્ન બાદ ત્ર્ ાણ મહિના સુધી સારી રીતે રાખવામાં આવતી હતી.
જાે કે મહિલાના પિતા પાસે પૈસાની સગવડ ન હોવાથી સાસરીયા રૃપિયાની માંગણી કરીને હેરાન પરેશાન કરતા અને પતિ મારઝૂડ કરતો હતો. એટલું જ નહી નણંદ પણ તારો બાપ એકદમ ભિખારી છે કહીને મારઝૂડ કરતી હતી. બીજીતરફ પતિ પણ મહિલા પર શંકા વહેમ રાખીને કોઇના ઘરે જવા દેતા ન હતા અને નાની મોટી વસ્તું કે કપડાંની જરુરીયાત પણ પુરી પાડતા ન હતા.
સાસુને વાત કરતાં તે તારા બાપના ઘરેથી રૃપિયા લઇને આવ તેમ કહીને મહેણા મારતા હતા.આમ માનસિક શારિરીક ત્રાસથી કંટાળીને મહિલા દોઢ વર્ષથી પિયરમાં રહે છે છતાં સાસરીના સભ્યો તેમની સામે જાેવા પણ આવતા ન હતા. આખરે કંટાળીને મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં સાસરીયા સામ માનસિક- શારિરીક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.HS