Western Times News

Gujarati News

ઈન્કમટેક્ષ વિભાગે મિલ્કતવેરા પેટે રૂા.૧.૯૦ કરોડ ભરપાઈ કર્યાં

31st July 2022 last day for Incometax filing

ચેક રીટર્ન કેસમાં પાંચ વર્ષનો લોક ઈન પીરીયડ દુર કરવામાં આવશે: જૈનિક વકીલ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈન્કમટેક્ષ વિભાગ પાસેથી મિલ્કતવેરા પેટે અંદાજે રૂા.બે કરોડની વસુલાત કરવામાં આવી છે તેમજ મ્યુનિ. ટેક્ષખાતા દ્વારા ચેક રીટર્ન માટે જે લોકઈન પીરીયડ રાખવામાં આવ્યો છે તેમાં ફેરફાર કરવા માટે વિચારણા ચાલી રહી છે.

મ્યુનિ. રેવન્યુ કમીટી ચેરમેન જૈનિકભાઈ વકીલ અને ડે. ચેરમેન પ્રદીપભાઈ દવે ના જણાવ્યા મુજબ મિલ્કતવેરાના કોઈપણ કરદાતાને ચેક રીટર્ન થાય તેવા સંજાેગોમાં પાંચ વર્ષ સુધી પ્રોપર્ટીટેક્ષની રકમ રોકડમાં ભરવા માટે કાયદો અમલી છે. કરદાતા પેમેન્ટ કરવા તૈયાર હોય તેવા સંજાેગોમાં પણ ચેક નો સ્વીકાર કરવામાં આવતો નથી.

કરદાતાનો ચેક માત્ર અપુરતા બેલેન્સના કારણે જ રીટર્ન થયા હોય તેમ માની શકાય નહી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચેક રીટર્ન પેટે ના તમામ ચાર્જ વસુલ કરવામાં આવી રહયા છે તેમજ હાલ ડીઝીટલ પેમેન્ટના યુગમાં માત્ર રોકડ પેમેન્ટનો આગ્રહ રાખવો યોગ્ય નથી કમીટીમાં આ મુદ્દે સઘન ચર્ચા થયા બાદ પાંચ વર્ષના લોક ઈન પીરીયડનો નિયમ દુર કરવા નાણા ખાતાને પત્ર લખવા જવાબદાર અધિકારીને સુચના આપવામાં આવી છે.

શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી ઈન્કમટેક્ષ વિભાગની મિલ્કતને ર૦૧૮માં બી.યુ. પરમીશન આપવામાં આવી હતી પરંતુ તેની આકારણી કે ટેક્ષ વસુલાત થઈ ન હતી. સુપ્રિમકોર્ટની ગાઈડલાઈન મુજબ સેન્ટ્રલ ગર્વમેન્ટની મિલ્કતોને સર્વિસ ચાર્જ પેટે બીલ આપવાના હોય છે ત્યારબાદ મ્યુનિ. અધિકારી તથા કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારી દ્વારા એગ્રીમેન્ટ કરવામાં આવે છે.

કરાર થયા બાદ જ બીલ આપવાના રહે છે. વેજલપુર (દ.પ.ઝોન)ની ઈન્કમટેક્ષ ઓફીસના સર્વિસ ચાર્જની પ્રક્રિયા ચાર વર્ષથી પેન્ડીંગ હતી તેથી ચાલુ નાણાકીય વર્ષમાં સુપ્રિમકોર્ટની ગાઈડલાઈન મુજબ એગ્રીમેન્ટ કરીને મિલ્કતનો મહતમ એટલે કે ૭પ ટકા મુજબ સર્વિસ ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે જેની રકમ રૂા.૧.૯૦ કરોડ થાય છે.

નાણાકીય વર્ષ ર૦ર૧-રરમાં ૪૦ ચો.મીટર કે તેથી નાની રહેણાંક મિલ્કતોનો રૂા.૪૬ કરોડનો પ્રોપર્ટી ટેક્ષ માફ કરવામાં આવ્યો છે તેમજ રાજય સરકારની ગાઈડલાઈન મુજબ રેસ્ટોરન્ટ, વોટર પાર્ક, સિનેમાઘરોને રૂા.૪૭.૯૦ કરોડની રાહત આપવામાં આવી છે.

આમ વર્તમાન નાણાકીય વર્ષમાં રૂા.૯૩.૯૦ કરોડનો મિલ્કતવેરો માફ કરવામાં આવ્યો છે તેમ છતાં મિલ્કતવેરાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પાછલા નાણાકીય વર્ષમાં ૯ ડીસેમ્બર સુધી મિલ્કતવેરા પેટે રૂા.૬૬પ.૪૭ કરોડ, પ્રોફેશનલ ટેક્ષ પેટે રૂા.૧૧૧.પ૭ કરોડ તથા વ્હીકલ ટેક્ષ પેટે રૂા.પ૧.ર૬ કરોડની આવક થઈ હતી જેની સામે ચાલુ નાણાકીય વર્ષમાં મિલ્કતવેરાની આવક રૂા.૭૦પ.૬૯ કરોડ, વ્યવસાય વેરા પેટે રૂા.૧ર૮.૮ર કરોડ તથા વ્હીકલ ટેક્ષ પેટે રૂા.૮૭.૦૩ કરોડની આવક થઈ છે પાછલા વર્ષમાં તમામ ટેક્ષ પેટે રૂા.૮ર૮.૩૧ કરોડની આવક સામે ચાલુ નાણાકીય વર્ષમાં રૂા.૯ર૧.પ૩ કરોડની આવક થઈ છે આમ ર૦ર૦-ર૧ કરતા ર૦ર૧-રર માં ટેક્ષ આવકમાં ૧૧ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.