પાક. દુનિયામાં ભારતના વધતા દબદબાથી પરેશાન છે

File
ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ભારતના વિરોધમાં એ હદે ડૂબેલા છે કે તેઓ પોતાના બીમાર અને આર્થિક રીતે કંગાળ દેશને સંભાળવાની જગ્યાએ ફક્ત અને ફક્ત ભારતની જ વાતો કર્યા કરે છે. એકવાર ફરીથી તેમણે પોતાની નીતિઓમાં ખામી કાઢવાની જગ્યાએ મોદી સરકારના નીતિઓ પર એલફેલ નિવેદનો આપ્યા છે.
ઈસ્લામાબાદમાં આયોજિત મારગલ્લા ડાયલોગ ૨૧માં બોલતા ઈમરાન ખાને એ પણ દર્શાવ્યું કે ભારત અને પશ્ચિમી દેશોની નીકટતા તેમને પરેશાન કરી રહી છે. મારગલ્લા ડાયલોગ ૨૧માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને આરોપ લગાવ્યો કે ભારતની મોદી સરકાર નસ્લવાદી છે. તેમણે એમ પણ કહ્યું કે પશ્ચિમી દેશો આતંકવાદને લઈને પાકિસ્તાનનું તો ખુબ ખરાબ બોલે છે પરંતુ કોઈ પણ હિન્દુસ્તાનની ફાસીવાદી નીતિઓ પર કશું બોલતા નથી.
ઈસ્લામોફોબિયા પર બોલતા ઈમરાન ખાને કહ્યું કે કોઈ પણ ધર્મ આતંકવાદને પરવાનગી આપતો નથી. આમ છતાં કેટલાક દેશો ધર્મને આતંકવાદ સાથે જાેડે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે ૯/૧૧ ના હુમલા બાદ ઈસ્લામને આતંકવાદ સાથે સીધો જાેડવામાં આવ્યો, જે હજુ પણ ચાલુ છે.
ઈમરાન ખાને કહ્યું કે ભારત જમ્મુ અને કાશ્મીરમાં જે કરી રહ્યું છે તેને ડેમોક્રેસી કહેવાય છે. કોઈ પણ પશ્ચિમી દેશ તેની ટીકા કરતું નથી. હિન્દુસ્તાનમાં જે પ્રકારે નસ્લવાદી સરકાર આવી છે તેની નીતિઓ ફાસીવાદી છે. ત્યાં અલ્પસંખ્યકો સાથે ભેદભાવ થાય છે. પરંતુ બધા ચૂપ છે. ખાને કહ્યું કે જે કઈ પણ કાશ્મીરમાં થઈ રહ્યું છે, જાે તે અન્ય કોઈ દેશમાં થાત તો તમે વિચારી શકો છો કે કેટલો શોર મચી ગયો હોત.SSS