ભગવાન ૪૦ કિલો સોનાના સિંહાસન પર બિરાજ્યા
રાજકોટ, ૧૦ ડિસેમ્બરથી સ૨ધા૨ સ્વામિનારાયણ મંદિ૨ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે. ત્યારે આજે ચોથા દિવસે સવારના સમયે વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે સ૨ધા૨ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિ૨માં ૪૦ કિલો સોનાના સિંહાસન પ૨ મૂર્તિ પ્રતિષ્ઠા ક૨વામાં આવી હતી.
૨૦૦ વર્ષ પહેલા સ્વામિનારાયણે અહીં મોટું મંદિર થશે તેવા આશીર્વાદ આપ્યા હતા. જેથી હવે સૌરાષ્ટ્રના નજરાણારૂપ કલાત્મક નક્શીકામયુક્ત ૭૦૦૦૦ ઘનફૂટ બંસીપહાડપુર ગુલાબી પથ્થરમાં ૧૫૫ ફૂટ લંબાઈ અને ૧૦૫ ફૂટ પહોળાઈ તેમજ ૮૬ ફૂટ ઊંચાઈ ધરાવતું વિશાળ પાંચ શિખરયુક્ત મંદિર બનાવવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરધારમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા હતા અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બન્યા હતા.
દરમિયાન એક લાખ લાખ લોકો બેસી શકે તે માટે વિશાળ ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંગે આચાર્ચ રાકેશપ્રસાદજી મહારાજે ધર્મસભામાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં મંદિર થશે તેવા ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ આજે મંદિર સ્વરૂપે મૂર્તિમંત થયા છે. સરધાર સ્વામિનારાયણ મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે સાંજે ભવ્ય લાઈટ અને સાઉન્ડ શો યોજાયો હતો.
મહોત્સવના સ્થળે ૨૦૦ એકર જગ્યામાં રોશનીનો ઝગમગાટ કરાયો છે. સરધાર મંદિરમાં જ એકસાથે ૩૦૦થી વધુ રંગબેરંગી લાઈટ અને ૭૫૦૦ વોટની સિસ્ટમ સાથે યોજાયેલા શોમાં એક લાખથી વધુ હરિભક્તો જાેડાયા હતા. એટલું જ નહીં, શનિવારથી ૧૦૦૯ કુંડી શ્રી હરિ મહાયજ્ઞનો પ્રારંભ થયો છે, જેમાં યજમાનો તથા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આહુતિ આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત પ્રાસાવિક તળાવમાં સુંદરઘાટનું ઉદ્ધાટન તથા જાહેર જનતા માટે નૌકાવિહારનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. ઐતિહાસિક દરબારગઢના જાહેર જનતા માટે મ્યુઝિયમ સ્વરૂપે ખુલ્લો મુકાયો છે. આજે સરધારધામમાં દીક્ષા મહોત્સવ યોજાશે અને આવતીકાલે મહામંત્ર પ્રાગટ્ય સહિતના કાર્યક્રમો, ૧૬મીએ અન્નકૂટોત્સવ-સત્સંગ-હાસ્ય ડાયરો, ૧૭મીએ ફૂલડોલોત્સવ, રાસોત્સવ યોજાશે અને ૧૮ ડિસેમ્બરે બપોરે ૧૨ વાગ્યે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવી પૂર્ણાહતિ થશે.SSS