અમેરિકાના રક્ષા પ્રધાને રાજનાથ સિંહ સાથે વાત કરીને જનરલ રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો

વોશિગ્ટન, અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને સોમવારે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે ફોન પર વાતચીત કરી હતી અને દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને મજબૂત કરવા માટે અમેરિકાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફજનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય ૧૧ સશસ્ત્ર દળોના જવાનોના મૃત્યુ પર પણ શોક વ્યક્ત કર્યો હતો.
પેન્ટાગોન પ્રેસ સેક્રેટરી જાેન કિર્બીએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સેક્રેટરી ઓસ્ટીને યુએસ-ભારત સંબંધોને મજબૂત કરવા અને આપણી સંરક્ષણ ભાગીદારીને મજબૂત કરવા માટે અમેરિકાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત, તેમની પત્ની અને અન્ય તમામ ભારતીયોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમના યુએસ સમકક્ષે કરેલા ફોન માટે તેમની પ્રશંસા કરી. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે “સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન દ્વારા ટેલિફોન કૉલની ખૂબ પ્રશંસા કરીએ છીએ, જેમણે ઝ્રડ્ઢજી જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને ૧૧ અન્ય સશસ્ત્ર દળોના કર્મચારીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો,” તેમણે કહ્યું, ઓસ્ટીને તેમની તાજેતરની યુએસ મુલાકાત દરમિયાન જનરલ રાવત સાથેની મુલાકાતને યાદ કરી.
નોંધનીય છે કે ગયા અઠવાડિયે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને કહ્યું હતું કે જનરલ રાવત “ભારત માટે મજબૂત નેતા અને વકીલ હતા અને તેમનું નિધન બંને દેશો માટે મોટી ખોટ છે”.HS