Western Times News

Gujarati News

એમ.ડી ડ્રગ્સ વેચતો યુવક મિરઝાપુરમાંથી ઝડપાયો

દરીયાપુરનો ઈસમ તેને ડ્રગ સપ્લાય કરતો હોવાનું બહારઆવ્યું

(પ્રતિનિધિ) અમદાવાદ, ગત કેટલાંક સમયથી પોલીસ તંત્રએ અમદાવાદમાં કેટલીય જગ્યાએ દરોડા પાડીને ડ્રગ્સનો વેપલો કરતા શખ્શોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો છે. આ સ્થિતિમાં ક્રાઈમ બ્રાંચની એક ટીમે કારંજ વિસ્તારમાં વધુ એક કાર્યવાહી કરીને અઢી લાખ રૂપિયાના મેફેડ્રોન ડ્રગ સાથે એક ઈસમને ઝડપી લીધો છે જેની પાસેથી વધુ એક ઈસમનું નામ બહાર આવ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે પીઆઈ પી.બી. દેસાઈની ટીમ પેટ્રોલીંગમાં હતી એ વખતે કારંજ વિસ્તારમાં એક ઈસમ મેફેડ્રોન ડ્રગ્સ વેચતો હોવાની બાતમી મળી હતી જેને આધારે તેમણે વોચ ગોઠવીને કારંજ, જીપીઓ રોડ, અરબગલી પાસે આવેલા પ્રિન્સ પાન પાર્લર પાસેથી મોહમદ અલ્તાફ ઈકબાલભાઈ શેખ (મૌદીનની ચાલી, રીલીફ રોડ, કારંજ) ને ઝડપી લીધો હતો જડતી લેતા તેની પાસેથી ર૩.ર૪૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત ર.૩ર લાખ રૂપિયા કરતા વધુ છે. ઉપરાંત મોબાઈલ ફોન, રોકડા ર૧૦૦ રૂપિયા, વજનકાંટો અને વાહન પણ જપ્ત કર્યું હતું.

અલ્તાફની પુછપરછ દરમિયાન તે અગાઉ પાલીકા બજાર પાસે બુટ ચપ્પલનો પથારો રાખી વેપાર કરતો હોવાનું જણાવ્યું હતું જાેકે છ મહીના અગાઉ ધંધો બંધ થઈ જતાં એમડી ડ્રગનો વેપાર શરૂ કર્યો હતો. વધુ તપાસમાં દરીયાપુર, ચારવાડના માઢના મહોલ્લામાં રહેતો તૌસીફ શેખ નામનો ઈસમ તેને એમડી ડ્રગ્સ આપતો હતો. બાદમાં અલ્તાફ પોતાના છુટક ગ્રાહકોને આશ્રમ રોડ તથા કારંજ વિસ્તારમાં બોલાવીને વેચતો હતો આ અંગે ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે જેની તપાસ પીઆઈ પી.બી. દેસાઈ કરી રહયા છે પોલીસ હવે તોસીફને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કારંજ વિસ્તાર અગાઉ વૈષ્ણોદેવી વિસ્તારમાંથી બે શખ્શો ઝડપાયા હતા જે આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સ વેચતા હતા એ પહેલાં પણ શહેરના શાહઆલમ તથા અન્ય વિસ્તારોમાંથી નશીલા પદાર્થોનું વેચાણ કરતા પેડલરો પકડાઈ ચુકયા છે જેથી સમગ્ર અમદાવાદમાં ડ્રગ્સનો વેપાર ચાલતો હોય તેમ લાગી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.