સ્વચ્છતા જનજાગૃત્તિ રેલીમાં બાળ ગાંધી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા
નડિયાદ: પૂ. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે નડિયાદમાં સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત સ્વચ્છતા જનજાગૃત્તિ રેલી યોજાઇ હતી. આ રેલીમાં શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. આ રેલીમાં પૂ.બાપૂની વેશભૂષામાં જોડાયેલ ત્રણ બાળ ગાંધી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
સ્વચ્છતા રેલીમાં સરદાર પટેલ હાઇસ્કૂલમાં ધો-૩ માં અભ્યાસ કરતાં મલેક અજમલ, ધો-૫ માં અભ્યાસ કરતાં મલેક અરફાત અને શાળા નં. ૧૩ માં ધો-૫ માં અભ્યાસ કરતા દર્શન વાઘેલાએ પૂ. બાપૂની વેશભૂષામાં રેલીમાં જોડાયા હતા. ધો-૫ માં અભ્યાસ કરતાં મલેક અરફાતે જણાવ્યું કે, પૂ. મહાત્મા ગાંધીજી સત્ય, અહિંસાના પૂજારી હતા. પૂ. બાપૂના સ્વચ્છતાના આગ્રહી હતા. અરફાતે પૂ. બાપૂના સ્વચ્છતાના વિચારોને અનુસરીને સ્વચ્છ ભારતની સંકલ્પનાને પૂર્ણ કરવા જણાવ્યું હતું.