વેકફીટે સીરિઝ સી ફંડિંગમાં રૂ. 200 કરોડ મેળવ્યાં
SIGની આગેવાનીમાં હાલના રોકાણકારો વર્લઇન્વેસ્ટ અને સીક્વોઇયા કેપિટલ ઇન્ડિયા સામેલ થયા
નેશનલ, 15 ડિસેમ્બર, 2021: ભારતની સૌથી મોટી હોમ અને સ્લીપ સોલ્યુશન્સ કંપની Wakefit.coએ આજે ફંડિંગના એના રૂ. 200 કરોડ (28 મિલિયન ડોલર)ના સીરિઝ સી રાઉન્ડની જાહેરાત કરી હતી. પેન્સિલ્વેનિયા (અમેરિકા)માં હેડક્વાર્ટર ધરાવતી આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કંપની એસઆઇજીની આગેવાનીમાં ફંડિંગ રાઉન્ડનું આયોજન થયું હતું, જેમાં હાલના રોકાણકારો તરીકે સીક્વોઇયા કેપિટલ ઇન્ડિયા અને વર્લઇન્વેસ્ટ સહભાગી થયા હતા. સીરિઝ સી રાઉન્ડ સાથે Wakefit.coનું વેલ્યુએશન વધીને રૂ. 2800 કરોડ (અંદાજે 380 મિલિયન ડોલર) થશે.
ફંડિંગથી Wakefit.coની તમામ માધ્યમોમાં વિસ્તરણની યોજનાને વેગ મળશે તથા ફંડનો ઉપયોગ સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ, ટેકનોલોજી સંવર્ધન, બજારના ખર્ચમાં વધારો કરવા માટે થશે, તો આગામી મહિનાઓમાં તમામ સ્તરે ભરતી પણ થશે. કંપનીનો ઉદ્દેશ ઉચ્ચ ગુણવત્તાયુક્ત છતાં એફોર્ડેબલ હોમ અને સ્લીપ સોલ્યુશન્સ ઉત્પાદનો દ્વારા ભારતીય ઘરોમાં જીવનની ગુણવત્તા સુધારવાના એના વિઝનને વેગ આપવાનો છે તેમજ ફંડ ઉમેરવાથી દેશના અંતરિયાળ વિસ્તારોમાં વેકફિટને પહોંચવામાં મદદ મળશે.
વેકફીટના સીઇઓ અને સહ-સ્થાપક અંકિત ગર્ગે સીરિઝ સી ફંડિંગ રાઉન્ડ વિશે કહ્યું હતુ કે, “અમારા માટે આ રોકાણ વ્યૂહાત્મક વળાંક પર મળ્યું છે, કારણ કે અમે સમગ્ર દેશમાં મોટા પાયે વિસ્તરણ કરી રહ્યાં છીએ. ભારતમાં નંબર 1 સ્લીપ કંપની (ઓનલાઇન) હોવા તરીકે અમારો ઉદ્દેશ હોમ અને ફર્નિશિંગ સ્પેસમાં અમારી સફળતાનું પુનરાવર્તન કરવાનો છે. સીરિઝ સી રાઉન્ડ અમને અમારી કેટેગરી ઓફર વધારવામાં મદદરૂપ થશે તેમજ વધુ ભૌગોલિક વિસ્તારોમાં અમારી પહોંચ વધારવા વિકલ્પો ઊભા કરશે.”
વેકફીટના ડાયરેક્ટર અને સહ-સ્થાપક ચૈતન્ય રામાલિંગેગૌડાએ કહ્યું હતું કે, “અમે ઉત્કૃષ્ટ સંશોધન અને ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને મજબૂત પાયા પર Wakefit.co ઊભી કરી છે, જે કંપનીમાં વિશ્વાસ ધરાવતા સમાન માનસિક અભિગમ ધરાવતા રોકાણકારોને આકર્ષે છે. અમને અમારા વિઝનમાં વિશ્વાસ મૂકવા બદલ એસઆઇજીના અતિ આભારી છીએ અને ખુશ છીએ કે, અમારા હાલના રોકાણકારોએ કંપનીમાં વધારે ફંડનું રોકાણ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સીરિઝ સી રાઉન્ડ અમારા માટે મહત્વપૂર્ણ વળાંક છે, કારણ કે અમે આગામી વર્ષોમાં ઝડપથી વિસ્તરણની યોજના બનાવી છે.”
સીરિઝ બી રાઉન્ડના એક વર્ષની અંદર સીરિઝ સી ફંડિંગ રાઉન્ડ યોજાયો છે. કંપનીએ સીરિઝ બી ફંડિંગ રાઉન્ડમાં વર્લઇન્વેસ્ટ અને સીક્વોઇયા કેપિટલ ઇન્ડિયા પાસેથી રૂ. 185 કરોડનું ફંડ ઊભું કર્યું હતું. અત્યાર સુધી કંપનીએ સમગ્ર ભારતમાં 8 લાખથી વધારે ગ્રાહકોને સેવા આપી છે
અને ઓનલાઇન 1 લાખથી વધારે પોઝિટિવ રિવ્યૂ મેળવ્યાં છે, જેના પરિણામે કંપનીમાં ઉત્સાહ છે. Wakefit.co સમગ્ર ભારતમાં હોમ અને સ્લીપ સોલ્યુશનની બહોળી રેન્જ પૂરી પાડે છે, જેના પોર્ટફોલિયોમાં મેટ્રેસ્સીસ, પિલો, બેડ (કોટ), સોફા, વર્ક ડેસ્ક, ટોવેલ, વોર્ડરોબ, કોફી ટેબલ, મેટ્રેસ્સ પ્રોટેક્ટર્સ, બેડશીટ, કમ્ફર્ટર્સ તથા અન્ય સ્લીપ અને હોમ ઉત્પાદનો સામેલ છે.