મારો નાનકડો મોગલી ચાર મહિનાનો થઈ ગયો: દિયા
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રીએ આ જ વર્ષે લગ્ન કર્યા હતા અને થોડા સમય પહેલા એક દીકરાને જન્મ આપ્યો હતો. દિયા મિર્ઝાએ પોતાના દીકરાને આવ્યાન નામ આપ્યું છે. દીકરાના ચાર મહિના પૂરા થવા પર દિયા મિર્ઝાએ તેની એક સુંદર તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
પહેલીવાર દિયા મિર્ઝાએ ફેન્સને દીકરાની ઝલક બતાવી છે. તેણે દીકરાને નાનકડો મોગલી કહ્યો છે. દિયા મિર્ઝાએ દીકરાના ચાર મહિના પૂરા થવા પર આ ક્યુટ તસવીર શેર કરી છે અને પોતાના લાડલા માટે એક હૃદયસ્પર્શી સંદેશ પણ લખ્યો છે. દિયાએ કેપ્શનમાં લખ્યું છે કે, અમારો નાનકડો મોગલી આજે ચાર મહિનાનો થઈ ગયો છે.
આવ્યાન આઝાદ, ઈશ્વને પ્રાર્થના છે કે તુ અમારી અનંત, સુંદર, અદ્ભુત અને જાદુઈ દુનિયાનો સાક્ષી બને. અમારા જીવનનું ચક્ર તારી આસપાસ જ સમાપ્ત થાય છે. ઘણાં લોકોએ આ તસવીર પર કમેન્ટ કરી હતી કે આવ્યાન ચાર નહીં સાત મહિનાનો થયો છે, પરંતુ દીયા મિર્ઝાએ પોસ્ટ એડિટ કરીને આ વાતનો ખુલાસો આપ્યો.
તેણે જણાવ્યું કે, આવ્યાન ઘણો પ્રીમેચ્યોર હતો, માટે આમ જાેવા જઈએ તો આજે તે ચાર મહિનાનો થયો કહેવાય. દિયા મિર્ઝાએ ૧૪મી મેના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મના બે મહિના પછી તેમણે ફેન્સને જન્મની જાણકારી આપી હતી. તેણે કહ્યુ હતું કે અમુક સમસ્યાઓ ઉભી થઈ હોવાને કારણે તેણે પ્રીમેચ્યોર બાળકને જન્મ આપવો પડ્યો હતો.
દિયાએ તે સમયે ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ હતું કે, અમારી હાર્ટબીટ, અમારા દીકરા આવ્યાન આઝાદ રેખીનો જન્મ ૧૪મી મેના રોજ થયો હતો. અત્યારે તે નિયોનટલ આઈસીયુમાં દાખલ છે અને નર્સો તેમજ તબીબોની દેખરેખ હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે ૧૫મી ફેબ્રુઆરીના રોજ દિયા મિર્ઝાએ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૧૪માં દિયા મિર્ઝાએ બિઝનસ પાર્ટનર સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા અને ૨૦૧૯માં તેઓ અલગ થઈ ગયા હતા. વૈભવ રેખી પણ પરીણિત હતો, તેના પ્રથમ લગ્ન યોગ અને લાઈફસ્ટાઈલ કોચ સુનૈના સાથે થયા હતા અને તેમની એક દીકરી પણ છે જેનું નામ સમાયરા છે.SSS