પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે બેઠક યોજાવાની શક્યતા
નવી દિલ્હી, લદ્દાખ મોરચે ચાલી રહેલા તનાવની વચ્ચે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ વચ્ચે મુલાકાત થવાની શક્યતા છે. આ માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિન પ્રયાસો કરી રહ્યા છે.પુતિનના સહાયક યુરી ઉશાકોવના કહેવા પ્રમાણે ચીન અને ભારત વચ્ચે શિખર મંત્રણા નજીકના ભવિષ્યમાં યોજાઈ શકે છે.પુતિને પોતાના ભારત પ્રવાસ અંગે પણ જિનપિંગ સાથે વાત કરી છે.
ઉશાકોવે કહ્યુ હતુ કે, રશિયા-ભારત અને ચીન વચ્ચે સહયોગ પર પુતિન અને જિનપિંગ વચ્ચે ચર્ચા થઈ છે.નજીકના ભવિષ્યમાં આ ત્રણે દેશ વચ્ચે શિખર મંત્રણા યોજવા અંગે ચર્ચા થઈ શકે છે.
તેમણે કહ્યુ હતુ કે, પુતિને ચીનના રાષ્ટ્રપતિને પોતાની દિલ્હી યાત્રા અંગે જણાવ્યુ છે . એવુ મનાઈ રહ્યુ છે કે, પુતિન સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ લદ્દાખમાં ચીન દ્વારા અપનાવાઈ રહેલા આક્રમક વલણનો મુદ્દો ઉઠાવ્યો હતો.ભારતે કહ્યુ હતુ કે, ચીનના કારણે કોઈ કારણ વગરનો તનાવ ઉભો થયો છે.