ઓલા ઇલેક્ટ્રિકે આજથી S1 સ્કૂટર્સની ડિલિવરીની શરૂઆત કરી
બેંગ્લોર અને ચેન્નઇમાં આજે પ્રથમ 100 ગ્રાહકો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, Bangalore and Chennai where they came with their friends and family to ride their revolutionary Ola S1 and S1 Pro home.
બેંગ્લોર, ભારતના અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ નિર્માતા ઓલા ઇલેક્ટ્રિકે આજથી ઓલા એસ1 સ્કૂટર્સની ડિલિવરીની શરૂઆત કરી છે.
બેંગ્લોર અને ચેન્નઇમાં આજે પ્રથમ 100 ગ્રાહકો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેઓ ક્રાંતિકારી ઓલા એસ1 અને એસ1 પ્રો ઘરે લઇ જવા માટે મિત્રો અને પરિવાર સાથે આવ્યાં હતાં. Ride the Revolution Home, Ola S1 Electric deliveries begin from Chennai and Banglore
ઓલા ઇલેક્ટ્રિકના ચીફ માર્કેટિંગ ઓફિસર વરૂણ દુબેએ કહ્યું હતું કે, “અમારી સાથે ક્રાંતિમાં જોડાનારા તમામ લોકો માટે આજનો દિવસ ઐતિહાસિક છે કારણકે આજથી અમે ઓલા એસ1ની ડિલિવરીની શરૂઆત કરી છે. ગ્રાહકોને તેમની ડિલિવરી વિન્ડો મૂજબ સ્કૂટર્સ આપવા માટે અમે ઓલા ફ્યુચર ફેક્ટરી ખાતે ઉત્પાદનમાં વધારો કરવા માટે સખત કામ કરી રહ્યાં છીએ.
આ પ્રતિષ્ઠિત સીમાચિહ્નનો હિસ્સો બનવા અને ટકાઉ ક્લિન મોબિલિટી તરફ આગળ વધવાને વેગ આપવા બદલ તમામ લોકોનો આભાર. આ ક્રાંતિની શરૂઆત છે અને અહીંથી અમે ગ્રાહકોને સરળ, અનુકૂળ અને સમયસર ઘર આંગણે ડિલિવરી આપીને માલીકીનો અનુભવ ઓફર કરવા માટે સજ્જ છીએ.”
ગત મહિને કંપનીએ ઓટોમોટિવ રિટેઇલના ઇતિહાસમાં સૌથી મોટા ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર એક્સપિરિયન્સ પહેલ આયોજિત કરીને ગ્રાહકોને સમગ્ર ભારતમાં ગ્રાહકોને ટેસ્ટ રાઇડ ઓફર કરી હતી.
દેશભરમાંથી પ્રાપ્ત થયેલાં જબરદસ્ત રિઝર્વેશન અને ખરીદીના પ્રતિસાદને પૂર્ણ કરવા માટે પ્રાથમિકતા ડિલિવરી એક ઓટોમેટિક સાયન્ટિફિક અભિગમ આધારિત છે, જે ખરીદીની તારીખ, વેરિઅન્ટ, સ્થળ, કલર અને બીજા પરિબળો મૂજબ ડિલિવરી હેન્ડઓવર નક્કી કરે છે.
ઓલા એસ1 સ્કૂટર્સનું નિર્માણ ઓલાની અદ્યતન ફ્યુચર ફેક્ટરીમાં કરવામાં આવે છે, જે વિશ્વમાં સૌથી મોટી, આધુનિક અને ટકાઉ ટુ-વ્હીલર્સ ફેક્ટરી છે. વાર્ષિક 10 મિલિયનની પૂર્ણ ક્ષમતા સાથે ઓલા ફ્યુચર ફેક્ટરીનું સંપૂર્ણ સંચાલન આશરે 10,000 મહિલાઓ દ્વારા કરાશે.