ડોમિનિકન ગણરાજ્યમાં પ્રાઈવેટ જૈટ ક્રેશ થતા ૯ લોકોના મોત
સેન્ટો ડોમિંગો, ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રાઈવેટ જેટ ક્રેશ થતા ઓછામાં ઓછા ૯ લોકોના મોત થયા હતા. પ્લેનના ઓપરેટર હેલિડોસા એવિએશન ગ્રુપના જણાવ્યા અનુસાર, લાસ અમેરિકા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના બની હતી.પ્લેન ક્રેશને કારણે નવ લોકોના મોત થયા હતા.
મળતી માહિતી મુજબ, આ ઘટનામાં માર્યા ગયેલા ૯ લોકોમાં સાત મુસાફરો અને બે ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. એવિએશન ગ્રુપે ટિ્વટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં આ માહિતી આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે વિમાનમાં ૬ વિદેશી નાગરિકો હતા. પણ, એક ડોમિનિકન હતો.
જાે કે, મૃત્યુ પામેલા વિદેશીઓ કયા દેશના નાગરિક હતા તે જણાવવામાં આવ્યું ન હતું. પ્લેન ડોમિનિકન રિપબ્લિકના લા ઈસાબેલા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લોરિડા જઈ રહ્યું હતું. આ દરમિયાન ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. ટેકઓફની ૧૫ મિનિટ બાદ જ પ્લેન ક્રેશ થયું હતું.
એવિએશન ગ્રૂપે અહેવાલ આપ્યો કે, ગલ્ફસ્ટ્રીમ ય્ૈંફજીઁ જેટ મિયામી તરફ જઈ રહ્યું હતું. કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે, અમારી સાથે આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા પરિવારોને એકતામાં મદદ કરો. હેલિડોસાએ કહ્યું કે, તે એર ટ્રાફિક એક્સિડન્ટ ઓથોરિટીઝ અને સિવિલ એવિએશન બોર્ડને સહકાર આપશે.HS