સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી બિલ રજૂ થવાની શક્યતા ઓછી
નવીદિલ્હી, હાલમાં ચાલી રહેલા સંસદના શિયાળુ સત્રમાં સરકાર ક્રિપ્ટો કરન્સી અંગેનું બિલ રજૂ કરે તેની શક્યતા ખૂબ જ ઓછી છે તેમ સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે જ્યારે બિલ લાવવામાં આવશે ત્યારે તેને સંસદની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે.
સંસદના શિયાળુ સત્ર અંગેના લિસ્ટમાં ક્રિપ્ટો કરન્સી અંગેનું બિલ સામેલ હતું. આ બિલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવનાર દેશની પ્રથમ ક્રિપ્ટો કરન્સી સાથે સંબધિત રહેશે. આ બિલમાં તમામ પ્રાઇવેટ ક્રિપ્ટો કરન્સી પર ર્પ્રતિબંધ મૂકવામાં આવે તેવી શક્યતા છે.
હાલમાં દેશમાં ક્રિપ્ટો કરન્સીઓના ઉપયોગ પર પ્રતિબંધ કે રેગ્યુલેશન નથી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ ેગયા મહિને ક્રિપ્ટો કરન્સીના મુદ્દે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમા સંકેત આપવામાં આવ્યા હતાં કે આ મુદ્દે કડક માપદંડો નક્કી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં પણ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ વધ્યુ છે. આા મુદ્દે ભાજપના સભ્ય જયંત સિંહાના નેતૃત્ત્વવાળી પાર્લા મેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાઇનાન્સે ક્રિપ્ટો એક્સચેન્જના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
આરબીઆઇએ વારંવાર જણાવ્યું છે કે ભારતમાં ક્રિપ્ટો કરન્સીને મંજૂરી આપવામાં આવશે તો તેનાથી દેશના અર્થતંત્ર પર વિપરિત અસર પડશે અને દેશની નાણાકીય સ્થિરતા સામે જાેખમ ઉભુ થશે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસે આ મહિનાની શરૂઆતમાં ફરીથી જણાવ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીને કારણે દેશની નાણાકીય સ્થિરતા સામે જાેખમ ઉભુ થશે.HS