Western Times News

Gujarati News

ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં પણ ગુના વધ્યા: ગુજરાત પ્રથમ સ્થાને

નવીદિલ્હી, ભાજપ શાસિત રાજ્યોમાં સબ સલામતના દાવા કરવામાં આવે છે. પરંતુ આ અંગે જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેનાથી આ દાવાની પોલ ખૂલી જાય છે. પાર્ટી રામરાજને મોડલ માને છે પરંતુ ભાજપ શાસિત રાજ્યોમાં જ ગુના વધ્યા છે. અને ચોંકાવનારી વાત તો એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય ગુજરાત આ યાદીમાં પ્રથમ સ્થાને છે.

એનસીઆરબીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુપી સહિત ૬ રાજ્યો, અરૂણાચલ પ્રદેશ, ગુજરાત, ગોવા હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ગુના વધી રહ્યાં છે. સૌથી વધારે ગુના અગાઉ કહ્યું તેમ ગુજરાતમાં વધ્યા છે. વર્ષ ૨૦૧૮માં અહી ંદોઢ લાખ ગુના નોંધાયા હતાં જે ૨૦૨૦માં વધીને પોણાચાર લાખ થઇ ગયા છે.

આ જ રીતે મધ્યપ્રદેશમાં ૪૦૦૦૦ અને ઉત્તર પ્રદેશમાં અંદાજે ૧૩૦૦૦ ગુના ૩ વર્ષમાં વધ્યા છે. અરૂણાચલ, ગોવા, હિમાચલ જેવા નાના રાજ્યોમાં પણ છેલ્લા ૩ વર્ષમાં ક્રિમિનલ કેસોમાં વધારો થયો છે. આ સમય એવો છે જ્યારે ૨૦૨૦નો મોટો ભાગનો સમય કોરોના મહામારી અને કર્ફ્‌યુમાં પસાર થયો હતો.

જાે કર્ફ્‌યુ ના હોત તો ગુનાહિત કેસોમાં વધુ વધારો થવાની શક્યતા હતી. ભાજપ શાસિત મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સ્વાસ્થ્ય સેવાઓની સ્થિતિ પણ ખૂબ ખરાબ છે. શિશુ મૃત્યુદરના આંકડા આ દર્શાવી રહ્યાં છે.

સૌથી વધારે મૃત્યુદર મધ્યપ્રદેશમાં ૪૬ ટકા છે. ઉત્તરપ્રદેશમાં ૪૧.૨ ટકા, હરિયાણામાં ૩૦, અરૂણાચલમાં ૨૮ અને ઉત્તરાખંડમાં ૨૭ ટકા બાળ મૃત્યુદર છે. માર્ગ અકસ્માતના આંકડા જણાવે છે કે ભાજપ શાસિત ૧૧ રાજ્યોમાં અકસ્માતનું પ્રમાણ પણ મોટું છે.

૨૦૨૦માં ઉત્તર પ્રદેશમાં ૧૯૨૦૫, મધ્યપ્રદેશમાં ૧૧૭૪૪, ગુજરાતમાં ૬૫૪૬ અને હરિયાણામાં ૪૬૦૦ માર્ગ અકસ્માત થયા છે. મોટાભાગના અકસ્માત રોડ ખરાબ હોવાથી અથવા ઓવરસ્પીડને કારણે થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.