Western Times News

Gujarati News

ભારતમાં આગામી ૨ જ મહીનામાં ઓમિક્રોનના કેસોનો થશે ભયંકર વિસ્ફોટ

નવીદિલ્હી, કોરોના વાઇરસનું આગમન થયું ન હતું ત્યાં સુધી સમગ્ર વિશ્વને આ પ્રકારના વાઇરસની ગંભીરતા અંગે ખબર ન હતી. તેના પછી તેના વેરિયન્ટ ડેલ્ટાનું આગમન ચાલુ વર્ષે થયું તે સમયે લોકો કોરોના વાઇરસનો ખાત્મો બોલાઈ ગયો છે તેમ માની ઊંઘતા ઝડપાયા હતા. હવે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન આવ્યો છે. આ વેરિયન્ટ સાઉથ આફ્રિકામાં ૩૦મી નવેમ્બરે સૌપ્રથમ વખત મળી આવ્યા પછી ગણતરીના દિવસોમાં જ વિશ્વના ૭૭ દેશોમાં ફેલાઈ ગયો છે. તેના ફેલાવાની ઝડપથી વિશ્વ આરોગ્ય સંગઠન પણ અચરજ પામ્યું છે.

આના પગલે હુએ ચેતવણી આપી છે કે વાઇરસની આ જ ઝડપ રહી તો આગામી વર્ષે ઓમિક્રોન સમગ્ર વિશ્વને પોતાની પક્કડમાં લેશે તો આશ્ચર્ય નહીં થાય.ભારતમાં પણ ઓમિક્રોન કમસેકમ છ રાજ્યોમાં તો જાેવા મળી ચૂક્યો છે. ભારતમાં આગામી બે મહિનામાં ઓમિક્રોનના કેસોનો વિસ્ફોટ જાેવા મળવાની ચેતવણી આપવામાં આવી છે. ઓમિક્રોન ભારતમાં તો આવી ચૂક્યો છે અને હવે તે ક્યારે ગતિ પકડે તેના વિવિધ અનુમાનો લગાવાઈ રહ્યાં છે.

ભારતમાં કોરોનાના આગમન પછી આઠ મહિને, ડેલ્ટા વેરિયન્ટના આગમન પછી છ મહિને પીક જાેવા મળી હતી. હવે ડિસેમ્બરમાં ઓમિક્રોન આવ્યો છે તો આગામી ત્રણ મહિનામાં તેની પીક જાેવા મળી શકે છે.

ઉર્ર ના તાજેતરના રીપોર્ટમાં જણાવાયું છે કે, કોરોના વાયરસની તુલનામાં તે ઓછો ગંભીર સંક્રમિત બની શકે. પરંતુ તે માટે વધુમાં વધુ લોકોએ વેક્સિન (કોરોના વેક્સિન) લેવું જાેઇએ. જાે કે, ફાયઝરની રસી તેની ઉપર બહુ અસરકારક દેખાતી નથી. આ રસી માત્ર ૩૩% જ અસરકારક છે. છતાં તેથી હોસ્પિટલાઇઝેશનમાં ૭૦ ટકા ઘટાડો થાય છે. આ વિશ્લેષણ ૨,૧૧,૦૦૦થી વધુ કેસોની પુષ્ટિ થવાથી, કરાયું છે. તેમાં ફાયઝરની રસી લીધેલા ૪૧% વયસ્કો પણ સામેલ છે. તેમાં ૭૦,૦૦૦ પોઝિટિવ કેસો ૧૫ નવે. થી ૭ ડીસે. વચ્ચેના છે. તે કેસો ઓમિક્રોન સાથે સંબંધ છે.

ઓમિક્રોનનું તીવ્ર રૂપ સૌથી પહેલાં દ.આફ્રિકામાં દેખાયુંહતું. તેમાં વૃદ્ધિ પણ ઘણી હતી. તેના ડીસ્કવરી હેલ્થના મુખ્ય તબીબ ડૉ. રયાન નૉચે કહ્યું હતું ઓમિક્રોન તે વેરિયન્ટને લીધે, ૯૦%ને અસર થઇ હોવાની ભીતિ છે. તે વેરિયન્ટ પ્રબળ તેવા ડેલ્ટા સ્વરૂપની જગ્યા લઇ શકે તેવી ભીતિ છે. જ્યારે ભારતના ડો. વી.કે.પોલે તેવી ચેતવણી આપી છે કે કોરોના અંગેની રસી ઓમીક્રોન માટે પૂરતી અસરકારક નથી. માટે વિજ્ઞાાનીઓએ તે માટે નવી રસી જ શોધવી પડે તેમ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.