થરૂરને ટ્રોલર્સે રાજકારણના રણબિર કપૂર ગણાવ્યા
નવી દિલ્હી, ભારતની સુંદરી હરનાઝ કૌરે મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. ૨૧ વર્ષ બાદ કોઈ ભારતીય દ્વારા આટલા મોટા મંચ પર ધ્વજ લહેરાવવામાં આવ્યો છે. આ પહેલા લારા દત્તાએ આ ખિતાબ જીત્યો હતો. પંજાબની રહેવાસી હરનાઝ કૌર ભારત પરત ફરી છે.
કોંગ્રેસી નેતા શશિ થરૂરે હરનાઝ કૌરને મળ્યા બાદ ટિ્વટર પર તસ્વીર શેર કરી હતી. બે તસ્વીર શેર કરતા શશિ થરૂરે લખ્યું હતું કે, હરનાઝને અભિનંદન આપતા આનંદ થઈ રહ્યો છે. શશિ થરૂરે જેવી આ પોસ્ટ સોશિયલ મીડીયા પર પોસ્ટ કરી કે, તરત જ યુઝર્સે કંઈક વિચિત્ર રિએક્શન આપવાનું શરૂ કરી દીધું હતું. કેટલાય લોકોએ તેમના પર વિચિત્ર પ્રતિક્રિયાઓ આપવાની શરૂ કરી દીધી છે.
થરૂરે ટિ્વટમાં લખ્યું હતું કે, મિસ યુનિવર્સ હરનાઝ સંધૂને વિજયી બની ભારત પરત ફરવા પર અભિનંદન આપતા આનંદ થયો. તે નવા વર્ષની રજાઓ માટે ભારત પરત ફરી છે અને તે ઘણી ઉત્સાહિત છે. ભારત તેમનું સ્વાગત કરતા ગર્વ અનુભવી રહ્યું છે. તે મુલાકાત દરમિયાન એટલી જ આકર્ષક લાગી જેટલી તે મંચ પર લાગી રહી હતી.
હરનાઝને જીતના અભિનંદન આપતાની સાથે જ સોશિયલ મીડિયા પર યુઝર્સે શશિ થરૂર પર કેટલાંય રીએક્શન આપવાનું શરૂ કરી દીધું છે. તરુણ જાેશી નામના યુઝરે ટિ્વટ કર્યું કે, તમે પણ રાજકારણના રણબીર કપૂર છો. એક બીજા યુઝરે કહ્યું કે, છોકરી છું, લડી શકુ છું કેમ્પેઈન માટે હરનાઝ બેસ્ટ છે.
સત્યેન્દ્ર નામના યુઝરે લખ્યું હતું કે, સર પ્લીઝ એક મેસેજ ગ્રુપ કેપ્ટેન વરુણ સિંહ માટે પણ કરો. એક બીજા યૂઝરે ટિ્વટ કરીને કહ્યું કે, શું શશિ થરૂરે મેથેમૈટિક્સ નીના ગુપ્તાને અભિનંદન આપ્યા જેમણે રામાનુજન એવોર્ડ જીત્યો હતો.SSS