કુલગામ ખાતે સેનાએ બે આંતકવાદીઓને ઠાર કર્યા
નવી દિલ્હી, દક્ષિણકાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની બાલા વિસ્તારમાં ગઈકાલે મોડી રાતથીચાલી રહેલી અથડામણમાં ગુરૂવાર સવાર સુધીમાં ૨ આતંકવાદીઓનો સફાયો કરીદેવામાં આવ્યો છે અને તેઓની ઓળખ કરવામાં આવી રહી છે. હજુ જવાનો મોરચા પર છેઅને અભિયાન ચાલુ છે.
આ અગાઉ બુધવારે દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લામાંસુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીફિરોઝ અહમદને મારી નાખ્યો હતો. એપ્લસ કેટેગરીનો આ આતંકવાદી તે વિસ્તારમાં ૨૦૧૭ના વર્ષથી સક્રિય હતો અનેકેટલાંય ગુનાઓમાં સામેલ હતો.
માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી ૧ એકે રાઈફલ, ૩ મેગેઝિન અને બીજી કેટલીક વાંધાજનક સામગ્રીઓ મળી આવી છે. પોલીસે જણાવ્યુંકે, જિલ્લાના ઉજરામપથરી ગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતા મંગળવારેમોડી રાત્રે તે વિસ્તારને ઘેરીને સુરક્ષા દળો દ્વારા તપાસ અભિયાન ચલાવવામાંઆવ્યું છે.
ઘેરોસખત હોવાના કારણે એક મકાનમાં છુપાયેલા આતંકવાદીએ ફાયરિંગ કરીને ભાગવાનોપ્રયત્ન કર્યો હતો પરંતુ સુરક્ષા દળોએ તેનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો હતો.એસઓપીનું પાલન કરીને આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા માટે ઘણું કહેવામાંઆવ્યું પરંતુ તેઓ જવાનો પર ફાયરિંગ કરતા રહ્યા.
જવાબી કાર્યવાહીમાં શરૂથયેલી અથડામણમાં તેમને મારવામાં સફળતા મળી છે. પોલીસનાજણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ શોપિયાંના હેફ શિરમાલનારહેવાસી ફિરોઝ અહમદ ડાર તરીકે થઈ છે જે એ પ્લસ કેટેગરીનો આતંકવાદી હતો.હિઝબુલ મુઝાહિદ્દીનનો આ આતંકવાદી ૨૦૧૭થી સક્રિય હતો. આઈજી વિજય કુમારનાજણાવ્યા અનુસાર ફિરોઝને મારી નાખવામાં આવ્યો તે સુરક્ષા દળો માટે મોટીસફળતા છે.SSS