રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૮ કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં આજે રાજ્યનાં નવા ૬૮ કેસ નોંધાયા છે. તો ૪૩ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૬૮૭ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને ૯૮.૭૧ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૨,૯૪,૫૩૨ રસીના ડોઝ અપાયા હતા.
બીજી તરફ જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૫૮૦ એક્ટિવ કેસ છે. જે પૈકી ૬ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૫૭૪ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૭,૬૮૭ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે ૧૦૧૦૦ નાગરિકોનાં કોરોનાને કારણે કુલ મોત થયા છે.
આજના કોરોના કેસના આંકડાઓની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરશનમાં સૌથી વધુ ૨૦ કેસ નોધાયા છે, અને ૯ લોકો ડિસ્ચાર્જ થયા છે. તેવી રીતે વડોદરા કોર્પોરેશનમાં ૧૨ કેસ નોંધાયા છે અને ૫ લોકો ડિસ્ચાર્જ થયા છે. સુરત કોર્પોરેશનમાં ૯ કેસ અને ૫ ડિસ્ચાર્જ, રાજકોટ કોર્પોરેશનમાં ૭ કેસ, ૩ ડિસ્ચાર્જ, ગાંધીનગરમાં ૫ કેસ, ૧ ડિસ્ચાર્જ, નવસારી ૫ કેસ, જામનગર કોર્પોરેશનમાં ૩ કેસ, ૪ ડિસ્ચાર્જ, કચ્છમાં ૨ કેસ, પાંચ ડિસ્ચાર્જ, વલસાડમાં ૨ કે, ભરૂચમાં ૧ કેસ અને ૧ ડિસ્ચાર્જ, રાજકોટમાં ૧ કેસ અને ૩ ડિસ્ચાર્જ અને સુરતમાં ૧ કેસ નોંધાયો છે. આ પ્રકારે કુલ ૬૮ કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૯ને પ્રથમ અને ૮૩૩ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૮૧૧૬ અને ૭૨૦૬૮ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૬૪૩૬ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧૮૭૦૬૦ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૨,૯૪,૫૩૨ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૬૪,૯૨,૧૮૩ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS