૭૯ વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચને ખતરનાક સ્ટંટ કર્યાં
મુંબઈ, બોલીવુડમાં શહેનશાહ અને એંગ્રી યંગ મેનના નામે ઓળખાતા કર્મઠ અભિનેતા અમિતાભ બચ્ચનની કર્તવ્યનિષ્ઠાના વખાણ તમામ લોકો કરે છે. અને ગમે તેવી વિકટ સ્થિતિમાં પણ તે પોતાના કામને પ્રાથમિકતા આપે છે. હાલમાં જ ખુદ અમિતાભે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને આ વાતનો પુરાવો આપ્યો છે. આ પોસ્ટમાં ૭૯ વર્ષીય અમિતાભે જણાવ્યું છે કે, કેવી વિકટ પરિસ્થિતિઓમાં તેઓએ ખતરનાક સ્ટંટનું શૂટિંગ કર્યું છે.
જાે કે, તેઓ કઈ ફિલ્મ માટે આ સ્ટંટ શૂટ કરતાં હતા તે તો નથી જણાવ્યું, પણ બ્રહ્માસ્ત્ર માટેનું શૂટિંગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિક્કી કૌશલના પિતા શ્યામ કૌશલે આ સ્ટંટ ડાયરેક્ટર છે.
અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટો ખુબ જ ઝાંખો છે, પણ તેમાં અમિતાભ બચ્ચને ભારે વરસાદ અને અનેક વજનદાર કપડાઓથી ભરેલી બેગમાં જાેવા મળી રહ્યા છે. આ ફોટોને શેર કરતાંની સાથે કેપ્શનમાં બિગ બીએ લખ્યું છે કે, એક ઝૂલતો કેન્ટીલીવર, સાંકડો એક લેનનો પુલ, ૪ સ્ટ્રોમ પંખા, ભારે વરસાદ, હિમાલયના કપડા, ભારે બેકપેક અને પર્ફોર્મ સતત છેલ્લા ચાર દિવસથી આખો દિવસ!! વિક્કીના પિતા દ્વારા એક્શન.
આ સાથે અમિતાભે મજાકમાં એમ પણ લખ્યું છે કે, ખૂબસુરત છોકરીઓ કે જેઓના મિલિયન ફોલોઅર્સ છે, મને પણ ફોર્લોઅસ વધારવામાં મદદ કરો. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન હાલ વિક્કી કૌશલના પિતા શ્યામ કૌશલ સાથે કામ કરી રહ્યા છે. વિક્કી અને કેટરીના લગ્ન બાદ તેઓએ સોશિયલ મીડિયામાં શ્યામ કૌશલનો ફોટો શેર કરીને તેમને શુભકામનાઓ પાઠવી હતી.
અમિતાભે લખ્યું હતું કે, હું વિક્કીના પિતા એક્શન ડાયેરક્ટર શ્યામ કૌશલ સાથે સેટ પર છુ અનેક વર્ષોથી તેમની સાથે કામ કરું છું ખુબ જ ઉદાર અને પ્રેમાળ વ્યક્તિ. વધાયાં. વધાયાં. વધાયાં. ઉલ્લેખનીય છે કે, ગત રોજ બ્રહ્માસ્ત્ર મુવીનું મોશન પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં પણ અમિતાભ બચ્ચન જાેવા મળશે.
આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય અને સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન પણ જાેવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષે ૯ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મનો બે ભાગમાં રિલીઝ થશે, અને પ્રથમ પાર્ટનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.SSS