ફેશન અને જ્વેલરીનું નવું કલેકશન જોવું છે તો આ એક્ઝિબિશનની મુલાકાત લો
લગ્નની સીઝનને ફેશન અને જ્વેલરીના નવા કલેકશન સાથે યાદગાર બનાવા કનેક્ટ વુમન ગ્રુપ દ્વારા માયરા ફેશન એક્ઝિબિશનનું આયોજન તા. ૧૭, ૧૮ અને ૧૯ ડિસેમ્બરના રોજ
અમદાવાદ, ૧૭, ૧૮ અને ૧૯ ડિસેમ્બર ૨૦૨૧ : અમદાવાદમાં લગ્નની સરુવાત થતા જ દરેક સ્ત્રી અને પુરુષો લગ્નની દરેક વિધિ મુજબ પોતાની પસંદગી તેમજ સ્ટાઇલિંગ અને પહેરવેશ પર ચોક્કસ દયાન રાખે છે. આ સીઝનને વધુ ટ્રેન્ડી અને યાદગાર બનાવા માટે જરૂરિયાતની દરેક વસ્તુ જેવી કે ફેશન કલોથસ, જ્વેલરી,
હોમમાં ડેકોર, સેલ્ફકેર પ્રોડક્ટ અને ફૂટવેર ની અવનવી ડિઝાઇન સાથે અમદાવાદના કનેકટ ગ્રુપ દ્વારા 3 દિવસીય એક્ઝિબિશન માયરાનું આયોજન ૧૭, ૧૮ અને ૧૯ રોજ સીધુભવન બેન્કવેટ ખાતે યોજવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી ૮૦ જેટલા પ્રદશક જોડાયેલ છે.આ ઇવેન્ટના લોકાર્પણ સમયે શહેરની જાણીતી મહિલાઓ રૂઝાન ખંભાતા, હિના ગૌતમ, સોફિયા ખેરીચા, કવિતા ઓસ્તવાલ, નિધિ વાગડિયા, મેઘન શાહ અને નિતન શાહ ઉપસ્થિતઃ રહ્યા હતા.
આ એક્ઝિબિશન વિશે વાત કરતા કનેક્ટ ગ્રુપના શ્રીમતી નાઇકા અગ્રવાલ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, કનેક્ટ એ એક મહિલાનું નેટવર્કિંગ જૂથ છે જે ઉત્સાહી અને સાહસિક મહિલાઓ દ્વારા આ ખૂબ જ આગળ વધ્યું છે. જે હાલમાં અમદાવાદ અને બરોડામાં ફેલાયેલ છે, આ જૂથ વિવિધ ક્ષેત્રની કુશળતાના મહિલાઓને એક સમાન મંચ પર લાવે છે
અને વ્યવસાયની તકો પૂરી પાડીને તેઓને એક બીજાને સશક્ત બનાવા માટે સુવિધા આપે છે. હાલમાં, હમારા ગ્રૂપમાં ૧૦૦૦ થી વધુ મહિલા ઉદ્યમીઓ છે.
આ રીતે સ્મોલ અને મીડીયમ સ્કેલ ના ઇવેન્ટસ દ્વારા હમે દરેક લોકોને આગળ વધારવા માંગીયે છીએ.આ સીઝન માં દરેક વ્યક્તિને પોતાની મનગમતી ફેશન જવેલરી અને કલોથ એક જ જગ્યાએ થી મળી રહે તે હેતુથી આ એક્ઝિબિશન નું આયોજન કરેલ છે.