મોટા લોકો જે ઠેકેદાર છે , આઇએએસ, આઇપીએસ છે તે રાતે દારૂ પીવે છે: માંઝી
પટણા, બિહારમાં શરાબંધીને લઇ અનેક રીતના સવાલો ઉઠી રહ્યાં છે આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ બિહારમાં પૂર્ણ શરાબબંધીના દાવાની પોલ ખોલતા કહ્યું કે રાજયમાં ધનવાન અને મોટા લોકો જેવા કે આઇએએસ,આઇપીએસ, ડોકટરો, એન્જીનીયરો રાતમાં શરાબ પીવે છે.
પૂર્વ મુખ્યમંત્રી માંઝીએ કહ્યું કે આ ઓપન સીક્રેટ છે આ સત્યા છે કે જે મોટા લોકો છે જે ઠેકેદાર છે, ધનવાન છે એન્જીનીયર છે ડોકટર છે આઇએએસ છે આઇપીએસ છે આ તમામ રાતમાં ૧૦ વાગ્યા બાદ લિમિટમાં શરાબ પીવે છએ પરંતુ દુનિયા જાણતી નથી કે તે શરાબ પીવે છે.
શરાબ પીવાને લઇ ગરીબોને સલાહ આપતા માંઝીએ કહ્યું કે કેમ પીને અહીં તહીં કરો છો,લિમિટમાં પીવો જેમ કે મોટા લોકો પીવે છે પકડવાની વાત એટલા માટે આવે છે કારણ કે તમે પીને ચાર રસ્તા પર ફરવા લાગો છો આથી મોટા લોકોથી શીખો રાતમાં લેવી હોય તો લો અને લઇને સુઇ જાવ અને સવારે ઉઠી કામ કરો.
એ યાદ રહે કે બિહારમાં શરાબબંધીને લઇ મોટી ચર્ચા ચાલી રહી છે તાજેતરમાં મુખ્યમંત્રી નીતીશકુમારે સ્પષ્ટ કર્યું હતું કે રાજય સરકાર કોઇ પણ હાલતમાં શરાબબંધી કાનુન પાછો લેશે નહીં અને તેના માટે વધુ કડક પગલા ઉઠાવશે તેમના નિવેદન બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીનું નિવેદન સામે આવ્યું છે.HS