ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૪૪૭ નવા કેસ,૩૯૧ દર્દીઓના મોત

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનનુ જાેખમ વધી રહ્યુ છે. આ દરમિયાન કોરોનાના દૈનિક આંકડામાં ચડાવ-ઉતાર ચાલુ છે. શુક્રવાર(૧૭ ડિસેમ્બર)ના રોજ ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૭૪૪૭ નવા કેસ સામે આવ્યા છે.
વળી, ૭૮૮૬ લોકો કોવિડ-૧૯થી રિકવર થયા છે. વળી, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૩૯૧ લોકોના મોત થઈ ગયા છે. દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા ૮૬ હજાર ૪૧૫ છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી થયેલ મોતનો આંકડો ૪ લાખ ૭૬ હજાર ૮૬૯ છે. કોવિડ-૧૯થી અત્યાર સુધી કુલ રિકવરીની સંખ્યા ૩,૪૧,૬૨,૭૬૫ છે. વળી, કોરોનાન ા કુલ કેસોની સંખ્યા ૩,૪૧,૬૨,૭૬૫ છે.
દેશમાં કોરોના વેક્સીનેશનનો આંકડો ૧,૩૫, ૯૯, ૯૬,૨૬૭ છે. ભારતમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી કોરોના વેક્સીનેશન અભિયાનની શરુઆથ થઈ હતી. ભારતમાં કાલે કોરોના વાયરસ મમાટે ૧૨,૫૯,૯૩૨ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના જણાવ્યા મુજબ અત્યાર સુધી કુલ મળીને ભારતમાં કોરોના તપાસ માટે કુલ ૬૬,૧૫,૦૭,૬૯૪ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.HS