રાહુલ લખનૌ ટીમનો,શ્રેયસ ઐયર અમદાવાદનું નેતૃત્વ કરશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Sreyas.jpg)
મુંબઇ, ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨માં લખનઉ અને અમદાવાદની બે નવી ટીમોનો સમાવેશ થશે. ટૂંક સમયમાં થનારી હરાજીને લઇને અલગ-અલગ અટકળો સામે આવી રહી છે. આ દરમ્યાન મીડિયા રિપોર્ટસ મુજબ બંને નવી ફ્રેન્ચાઈઝીઓએ પોતાના કેપ્ટન પર ર્નિણય કર્યો છે.
રિપોર્ટસ મુજબ કેએલ રાહુલને સંજીવ ગોએનકાની લખનઉ ફ્રેન્ચાઈઝીના કેપ્ટન બનાવવાનો ર્નિણય કર્યો છે. આ સાથે તેમના સિવાય રાશિદ ખાન અને ઈશાન કિશન પણ આ ફ્રેન્ચાઈઝીનો ભાગ બની શકે છે.
આ સિવાય સીવીસી કેપિટલ્સની અમદાવાદની વાત કરીએ તો આ ટીમે પોતાના અમુક ખેલાડીઓની પસંદગી કરી છે. સામે આવેલા મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી કેપિટલ્સના પૂર્વ કેપ્ટન શ્રેયસ ઐયર અમદાવાદનું નેતૃત્વ કરશે. આ સિવાય આ ટીમમાં તેમની સાથે હાર્દિક પંડ્યા, ક્વિન્ટન ડી કૉક અથવા ડેવિડ વોર્નર જેવા હોનહાર ખેલાડીઓ જાેવા મળી શકે છે.
ભારતીય ક્રિકેટના બે અનુભવી ખેલાડી અને આઈપીએલ સ્ટાર્સ શિખર ધવન અને રવિચંદ્રન અશ્વિન પર પણ ટીમની નજર છે. આ ટીમ છે થાલા એટલેકે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સ. અશ્વિન પ્રારંભિક સિઝનમાં આ ટીમનો ભાગ રહી ચૂક્યા છે. તો ધવનના રૂપમાં ટીમની એક સારા ઓપનર તરીકેની તલાશ પૂરી થઇ શકે છે.HS