Western Times News

Gujarati News

તાલીમ પૂર્ણ કરનારા પૈકીના શ્રેષ્ઠ અધિકારીઓને સ્વોર્ડ ઓફ ઓનર ટ્રોફીથી મુખ્યમંત્રીએ સન્માનિત કર્યા

અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુજરાતનું પોલીસ દળ ટેક્નોસેવી નવયુવાઓની પોલીસ સેવામાં નવનિયુક્તિથી ટેક્નોલોજી સભર પોલીસ દળ બન્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ડિજીટલ ટેક્નોલોજીના આ યુગમાં સાયબર ક્રાઇમ જેવા ગુન્હાઓ સહિતની બદલાઇ રહેલી ક્રાઇમ પેટર્નને જાણવા-સમજવા આવા નવયુવાન પોલીસ કર્મીઓની સજ્જતાને આપણે વધુ સંગીન બનાવવી છે.

મુખ્યમંત્રી ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે ૧૦પ તાલીમાર્થી પોલીસ ઇન્સપેક્ટર્સની દિક્ષાંત પરેડના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, પોલી મહાનિદેશક આશિષ ભાટિયા સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમજ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી અકાદમીમાંથી પાસ આઉટ થઇ રહેલા નવનિયુક્ત પોલીસ ઇન્સપેક્ટર્સના પરિવારજનો પણ આ ગૌરવશાળી દિક્ષાંત પરેડ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, ગુજરાત આજે શાંત, સલામત અને સુરક્ષિત રાજ્ય બનવા સાથે વિકાસના મોડેલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યુ છે તેના પાયામાં સમાજ જીવનની રક્ષા-સુરક્ષા માટેની પોલીસ દળની કર્તવ્ય પરાયણતા અને ફરજપરસ્તી પડેલા છે. મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ દળમાં નવનિયુક્ત થઇ રહેલા પોલીસ ઇન્સપેક્ટર્સને પ્રેરણા આપતાં કહ્યું કે, વિકાસના મૂળમાં સુરક્ષા-સલામતિ માત્ર જરૂરિયાત નથી રહિ પરંતુ પ્રથમ શરત પણ બની ગઇ છે. વિકાસની ગતિને અડીખમ-અણનમ રાખવા રક્ષાશક્તિના બાવડાને શકય તેટલા વધુ મજબૂત બનાવવા સરકારની નેમ છે.

તેમણે ઉમેર્યુ કે નવા પડકારો, બદલાતી જતી ક્રાઇમ પેટર્નને પહોચી વળવા રાજ્ય સરકાર પણ વિશ્વાસ પ્રોજેક્ટ, સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ, સી.સી.ટીવી નેટવર્ક તથા બોડીર્વોન કેમેરા વગેરેથી પોલીસ દળને સમયની માંગ મુજબ સુસજ્જ કરી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ પોલસ દળમાં નવનિયુક્ત થઇ રહેલા આ પોલીસ કર્મીઓ ઉચ્ચ શિક્ષા-પદવી ધરાવે છે તેની સરાહના કરતાં ઉમેર્યુ કે, તેમની ક્ષમતા અને રાષ્ટ્ર-રાજ્ય રક્ષા માટેની કર્તવ્ય પરાયણતાને સમાજ શાંતિ-સલામતિ કાજે ઊજાગર કરવા રાજ્ય સરકાર સપોર્ટ આપશે. સમાજ હિત – સમાજ રક્ષાના બોનાફાઇડ ઇન્ટેન્શનથી થયેલા કોઇ પણ કામમાં આ સરકાર તમારી પડખે રહેશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ આપ્યો હતો.

શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રક્ષાશક્તિ, જ્ઞાનશક્તિ, જલશક્તિ, જનશક્તિ અને ઊર્જાશક્તિની શક્તિ પંચામૃત ધારાથી ગુજરાતની વિકાસ બુનિયાદ બૂલંદ બનાવી છે તેને વધુ ઉન્નત બનાવીને નિર્દોષ દંડાય નહિ, પ્રજાને રંજાડનારા છૂટે નહિ તેવી સંવેદના સાથે હવે આ નવનિયુક્ત અધિકારીઓ ખાખી વર્દીની આન-બાન-શાન વધારે તે અપેક્ષા છે.

મુખ્યમંત્રીએ તાલીમ દરમ્યાન ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ૮ જેટલા તાલિમાર્થીઓની સફળતા અને સિદ્ધિને ટ્રોફી તથા પુરસ્કારથી બિરદાવ્યા હતા. કરાઇ પોલીસ અકાદમીમાંથી તાલીમ પૂર્ણ કરી પોલીસ દળમાં નવનિયુક્ત થઇ રહેલા આ પોલીસ ઇન્સપેક્ટર્સમાં ૩પ બહેનો સહિત ૧૦પ યુવાઓના ે સમાવેશ થાય છે. મુખ્યમંત્રીશ્રીએ આ સૌ નવનિયુક્ત કર્મીઓને રાજ્ય-રાષ્ટ્ર હિત સર્વોપરિ રાખવાની શિખ આપતાં ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ આપી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.