NSUI ની ગુજરાત પ્રદેશ કમિટી સહિત સમગ્ર માળખુ વિખેરાયુ
અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાનાર છે ત્યારે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ સહિતના બંને યુવા સંગઠનો દ્વારા તૈયારી શરૃ કરી દેવાઈ હોઈ આજે ગુજરાત પ્રદેશ કમિટી સહિત સમગ્ર પ્રદેશ માળખુ વિખેરી દેવાયુ છે અને હવે આગામી સમયમાં ચૂંટણીને ધ્યાનમાં રાખી નવા યુવા વિદ્યાર્થી નેતાઓ-હોદ્દેદારોની નિમણૂંકો કરાશે.
કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એવી નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષની સૂચનાથી આજે એકાએક ગુજરાત એનએસયુઆઈની પ્રદેશ કમિટી અને જિલ્લા કમિટીઓને તાકીદની અસરથી વિખેરી નાખવામા આવી છે. એનએસયુઆઈ ની ગુજરાત પ્રદેશની કમિટીમાં પ્રમુખ અને વિવિધ હોદ્દેદારો સહિત ૫૦ જેટલા કાર્યકરો-વિદ્યાર્થી નેતાઓ હતા ઉપરાંત દરેક જિલ્લાની પણ પ્રમુખ સહિતની કમિટી હતી.
આ તમામ કમિટીઓ સાથે સમગ્ર પ્રદેશ માળખુ વિખેરી દેવાયુ છે.એનએસયુઆઈના ગુજરાત પ્રદેશના માળખાની કમિટીઓની નિમણૂંકો છેલ્લે ૨૦૧૭માં ચૂંટણી સાથે કરવામા આવી હતી.દર અઢી વર્ષે નવી નિમણૂંકો થતી હોય છે ત્યારે હવે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાને રાખી એનએસયુઆઈના-ગુજરાત પ્રદેશના યુવા વિદ્યાર્થી નેતાઓ- હોંદ્દેદારોની નિમણૂંકો કરાશે અને જે ચૂંટણીને બદલે ઈન્ટરવ્યુના આધારે કરવામા આવશે.જેની પ્રક્રિયા ટુંક સમયમાં શરૂ થશે.HS