આણંદમાં સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું
આણંદ, આણંદમાં સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે, બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન સરકારી અનાજના અંદાજીત ૨૦૫થી વધુ કટ્ટા ઝડપી પાડવામાં આવ્યા હતા.
આણંદમાં સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન સરકારી અનાજનો મોટો જથ્થો બારોબાર સગેવગે કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. સરકારી અનાજના અંદાજીત ૨૦૫થી વધુ કટ્ટા ખાનગી રાઈસ મીલમાં ઉતારવામાં આવી રહ્યા હતા તે સમયે એસઓજીપોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં અનાજ ઉતારતા સમયે જ ઝડપી પાડવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે સસ્તા અનાજની દુકાનમાંથી જે રેશનકાર્ડ ધારકો માસીક અનાજ ખરીદતા ન હોય તેવા રેશનકાર્ડ ધારકોના નામે સંચાલકો ખોટા ઓનલાઈન બીલો બનાવી દેવામાં આવતા હોય છે.
જેમાં રેશનકાર્ડ ધારકની જાણ બાહાર જ સમગ્ર માહિતી જેવી કે કાર્ડ ધારકનું નામ, સરનામું, રેશનકાર્ડ નંબર, આધારકાર્ટ નંબર, આગણાની છાપોનો ડેટા, ગેમસ્કેન, સેવડેટા જેવા સર્વર બેઈઝ સોફટવેર બનાવી તેમાં ડેટા કોપી રાખી બાદામાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, અનાજ તેમજ રાશન ખરીદી કરેલ ન હોય તેવા રેશનકાર્ડ ધારકના નામના વેબસાઇટ ઉપર ખોટા બીલો બનાવી સરકારી રાશનને સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ચાલતું હતું જેનો પર્દાફાશ થયો છે.HS