Western Times News

Gujarati News

GTUએ વર્ષને બદલે પુરા કોર્સની જોડાણ ફી લેતા કોલેજોનો વિરોધ

અમદાવાદ, જીટીયુ દ્વારા બોર્ડ ઓફ ગવર્નિંગની મીટિંગમાં ઠરાવ પસાર કરીને ચાલુ શૈક્ષણિક વર્ષથી દરેક ટેકનિકલ કોર્સમાં સ્ટુડન્ટ એફિલિએશન ફીને પ્રોફેશનલ રેગ્યુલેટરી ચાર્જ તરીકે સીધી વિદ્યાર્થી પાસેથી વસુલવાનું શરૃ કરાયુ છે.

પરંતુ આ ફી દર વર્ષને બદલે પુરા કોર્સની એક સાથે એટલે કે ડિપ્લોમામાં ત્રણ વર્ષની અને ડિગ્રીમાં ચાર વર્ષની એક સાથે ફી લેવામા આવતા ખાનગી કોલેજાેએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

એસોસિએશન ઓફ ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજિકલ ડિપ્લોમા કોલેજીસ દ્વારા વિરોધ નોંધાવતા આજે જીટીયુને લેખિત રજૂઆત કરાઈ છે કે ડિપ્લોમા પ્રથમ વર્ષમાં ૪૦ હજાર જેટલા વિદ્યાર્થીએ પ્રવેશ મેળવેલ છે

અને જાે આ વિદ્યાર્થીઓને એફિલિએશન ફી વર્ષને પુરા પુરા ત્રણ વર્ષની એક સાથે ભરવી પડશે તો વિદ્યાર્થીઓ હેરાન થશે અને તેઓ હોબાળો મચાવશે.

કોલેજાે દ્વારા વિદ્યાર્થીઓને દર વર્ષે એફિલિએશન ફી ભરવાની છે તેવુ પ્રવેશ સમયે કહેવાતુ હોય છે.હવે નવા પરિપત્ર મુજબ ત્રણ વર્ષની પુરી ફી મુજબ ૯૦૦ રૃપિયા એક સાથે ભરવાનું આવતા કોલેજાે અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ ઉભુ થશે.

ઉપરાંત સીટુડીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે અને તેઓએ એક સાથે ફી ભરવી પડતા તેઓએ વિરોધ કર્યો છે.

જ્યારે બીજી બાજુ જીટીયુ દ્વારા એફિલિએશન ફીમાં જીએસટી લાગતો હોવાથી બોર્ડ ઓફ ગવર્નિંગમાં ઠરાવ કરીને આ વર્ષથી સ્ટુડન્ટ એફિલિએશન ફીનું નામ બદલી પ્રોફેશનલ રેગ્યુલેટરી ચાર્જ કરી દેવાયુ છે.

જીટીયુના રજિસ્ટ્રારનું કહેવુ છે કે કેટલીક સરકારી કોલેજાેએ એક સાથે ફી લેવા રજૂઆત કરી હતી અને એફિલિએશનમાં જીએસટી ભરવો પડતો હોવાથી આ નવી પદ્ધતિ શરૃ કરી છે.પરંતુ હવે ખાનગી કોલેજાેની રજૂઆત આવી છે તો ફરી બોર્ડ મીટિંગમાં આ મુદ્દો ચર્ચા માટે મુકીશું અને વિદ્યાર્થીઓના હિતમાં ર્નિણય લેવાશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.