Western Times News

Gujarati News

બુર્જ ખલીફા પર બોલિવૂડ ફિલ્મ ૮૩નું ટ્રેલર દર્શાવાયું

દુબઈ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આજકાલ આગામી ફિલ્મ ૮૩ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં રણવીર સિંહ પૂર્વ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં છે જ્યારે દીપિકા તેમનાં પત્ની રોમી દેવનો રોલ ભજવી રહી છે. આ કપલ હાલમાં જ દુબઈ પહોંચ્યું હતું. જ્યાં તેમને શાનદાર ભેટ મળી હતી.

સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર ૮૩નું ટ્રેલર દર્શાવાયું હતું. આ નજારાને રણવીર-દીપિકાએ જાેયો ત્યારે તેમની ખુશીનો પાર નહોતો રહ્યો. કપલનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

બુર્જ ખલીફા પર ફિલ્મ ૮૩નું ટ્રેલર બતાવાયું હતું. આ જાેઈને દીપિકા અને રણવીર સહિત ફિલ્મની આખી ટીમ ખૂબ ઉત્સાહિત જાેવા મળી હતી. પૂર્વ ક્રિકેટર કપિલ દેવ પણ આ દરમિયાન ત્યાં હાજર હતા. વિશ્વની સૌથી ઊંચી ઈમારત પર પતિની ફિલ્મનું ટ્રેલર જાેઈને દીપિકાની ખુશીનું ઠેકાણું નહોતું અને આ ક્ષણ તેના માટે ગર્વની હતી. ખુશીથી દીપિકાને પતિનો હાથ પકડતી સામે આવેલા વિડીયોમાં જાેઈ શકાય છે.

રણવીર અને દીપિકાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે જે બુર્જ ખલીફા પર ૮૩નું ટ્રેલર બતાવાયું તે પહેલાનો છે. આ વિડીયોમાં દીપિકા કંઈક બોલતી જાેવા મળી રહી છે. આ ખાસ ક્ષણની સાક્ષી બનવાની ખુશી તેના ચહેરા પર દેખાઈ રહી છે. રણવીર પોતાની અનોખી ફેશન સેન્સ માટે જાણીતો છે. ત્યારે બુર્જ ખલીફા પર ફિલ્મનું ટ્રેલર દર્શાવાયું તે પ્રસંગે રણવીર ગોલ્ડન રંગના ટોપ, બૂટ અને ગોગલ્સમાં જાેવા મળી રહ્યો છે. જ્યારે દીપિકા લાલ રંગના આઉટફિટમાં જાેવા મળે છે.

રણવીર-દીપિકા, ફિલ્મના ડાયરેક્ટર કબીર ખાન અને પત્ની મિનિ માથુર તેમજ ૮૩ની બાકીની ટીમે સાઉદી અરબના જેદાહમાં આયોજિત રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. અહીં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ થયું હતું. ફિલ્મ પૂરી થયા બાદ દર્શકો સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકોએ ફિલ્મને તાળીયોના ગડગડાટથી વધાવી લેતાં રણવીરે હાથ જાેડીને તેમનો આભાર માન્યો હતો. ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડ કપની ઐતિહાસિક જીત પર આધારિત આ ફિલ્મમાં રણવીર એ વખતના ટીમ ઈન્ડિયાના કેપ્ટન કપિલ દેવના રોલમાં છે.

રણવીરે ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધાનો એક વિડીયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ શેર કર્યો છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં રણવીર-દીપિકા, કબીર ખાન-મિનિ માથુર ઉપરાંત કપિલ દેવ અને તેમનાં પત્ની રોમી ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં એક્ટર તાહિર રાજ ભસીન, જીવા, સાકિબ સલીમ, જતીન સરના, ચિરાગ પાટીલ, દિનકર શર્મા, આદિનાથ કોઠારે, ધૈર્ય કારવા, આર બાર્ડી, એમી ર્વિક, હાર્ડી સંધુ, નિશાંત દહિયા, સાહિલ ખટ્ટર અને પંકજ ત્રિપાઠી પણ મહત્વના રોલમાં છે. જણાવી દઈએ કે, આ ફિલ્મ ૨૪ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. દીપિકા આ ફિલ્મની કો-પ્રોડ્યુસર પણ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.