સરકારના ઘણા ર્નિણય ખોટા હોઈ શકે, ઈરાદા નહીં: શાહ
નવી દિલ્હી, ભારતના ગૃહ મંત્રી અને ભાજપના ટોચના નેતા અમિત શાહે કહ્યુ છે કે, પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે લીધેલા કેટલાક ર્નિણયો ખોટા સાબિત થયા હોય તેવુ બન્યુ હોઈ શકે છે પણ અમારો ઈરાદો ક્યારેય ખોટો રહ્યો નથી. ફિક્કીના કાર્યક્રમમાં અમિત શાહે કહ્યુ હતુ કે, સરકારની ટીકા કરનારાઓ પણ જાેઈ રહ્યા છે કે, સરકારમાં કેટલા બદલાવ થયા છે.
કોરોના સમયે સરકારે ઘણી યોજનાઓ લાગુ કરી હતી.જેના પરિણામો આગામી સમયમાં જાેવા મળશે.દેશ ઝડપથી આગળ વધશે. અમિત શાહે કહ્યુ હતુ કે, ભારતની ઈકોનોમી દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમી બનવા જઈ રહી છે.
ભારતનો ગ્રોથ રેટ ડબલ ડિજિટમાં પહોંચે તો મને આશ્ચર્ય નહીં થાય. આ સરકારે પોણા બે વર્ષ સુધી ૮૦ કરોડ લોકોને દર મહિને માથા દીઠ પાંચ કિલો અનાજ મફત આપ્યુ છે.આ બહુ મોટુ કામ છે અને દુનિયામાં કોઈએ આવુ કામ નથી કર્યુ.૧૩૦ કરોડ લોકોનો દેશના લોકતંત્ર પર વિશ્વાસ વધ્યો છે તે સરકારની મોટી ઉપલબ્ધિ છે.SSS