મોડાસા બહેરા-મૂંગા શાળાના બાળકો માટે હેલ્થ ગાર્ડન ખુલ્લો મુકાયો
મોડાસા: મોડાસા શહેરમાં લાયન્સ સોસાયટી સંચાલિત વા.હી.ગાંધી બહેરા- મૂંગા શાળામાં અરવલ્લી જીલ્લા સહીત આજુબાજુના વિસ્તારના જરૂરિયાત મંદ અને ગરીબ દિવ્યાંગ બાળકો અભ્યાસ કરી રહ્યા છે શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે “ચિલ્ડ્રન હેલ્થ ગાર્ડન” નું ઉદ્ઘાટન લાયન્સ ડીસ્ટ્રીક ગવર્નર લાયન દીપકભાઈ ત્રિવેદી,લાયન્સ ક્લબ સોસાયટી પ્રમુખ ર્ડો. ટી.બી.પટેલ, ક્રેડાઈ પ્રમુખ કમલેશ પટેલ ના પિતા અનેપેન્શનર મંડળના પ્રમુખ શંકરભાઇ પટેલ (દાતા “ચિલ્ડ્રન હેલ્થ પાર્ક) અને લાયન્સ ક્લબ ઓફ મોડાસાના પદાધિકારીઓ, લાયન્સ શક્તિના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
સંસ્થા ના સેક્રેટરી કિરીટભાઈ સુથાર ના જણાવ્યા મુજબ સંસ્થા ના બાળકો ને બગીચા મા જરુરીયાત મુજબ હેલ્થ ને લગતા સાધનો ગોઠવી દિવ્યાંગ બાળકોને શાળા કેમ્પસમાં જ સગવડ મળી રહેતા દિવ્યાંગ બાળકોમાં આનંદ છવાયો છે સંસ્થા માટે હંમેશા શહેરના જાણીતા બિલ્ડર કમલેશભાઈ પટેલ અને તેમનો પરિવાર જરૂરિયાત સમયે ભામાશા બની ઉભો રહ્યો છે