પ્રિ- ઈવેન્ટ સમિટ હોલિસ્ટિક હેલ્થ કેર: ગાંધીનગરમાં ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઈસીસ પ્રોગ્રામ યોજાશે
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ ર૦રરનું આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે દરમિયાન પ્રિ-ઈવેન્ટ સમિટ હોલિસ્ટિક હેલ્થ કેર ફોક્સ ઓન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિલક ડિવાઈસીસનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગરના પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના ઓડીટોરિયમમાં તા.૧૮મી ડિસેમ્બરના રોજ સવારે ૯.૩૦ થી બપોરના ર કલાક સુધી યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી ડો. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણના રાજયકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર અને કેન્દ્ર સરકારના ફામાર્સ્યિુટિકલ્સ સચિવ્ એસ. અપર્ણા પણ ઉપસ્થિત રહેશે. ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઈસીસ કાર્યક્રમ અંતર્ગત આયાત નિર્ભરતા ઘટાડવી, ઉત્પાદન સાથે જાેડાયેલા પ્રોત્સાહન યોજના અને જન ઔષધી કેન્દ્રો- જેનેરિક મેડિસિન અંગે ચર્ચા- વિચારણા કરવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાતની જનતાને હ્ય્દયરોગ, બ્લડપ્રેશર સહિતની ગંભીર બીમારીઓમાં ઓછી કિંમતમાં દવાઓ મળી રહે તે દિશામાં ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ફાર્માસ્યુટીકલ કંપનીઓ ગુજરાતમાં મૂડી રોકાણ અંગે એમઓયુ કરે તેવી શક્યતાઓ વ્યકત થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી મહિને યોજાનારા ગ્લોબલ સમિટ પૂર્વે તાજેતરમાં આણંદના કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં સરકાર દ્વારા કૃષિ ઉત્પાદન અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટને લઈને દુનિયાના અનેક દેશોમાં પ્રચાર કરવામાં આવ્યો છે.