એસએસઆરમાં સેતુ સુવિધા કેન્દ્રને મંજુરી
(પ્રતિનિધિ) વલસાડ, સાયલી એસએસઆર કોલેજમાં સેતુ સુવિધા કેન્દ્રને માન્યતા મળી છે. કોલેજના પીઆરઓ પંકજ શર્માના જણાવ્યા મુજબ એડમિશન રેગ્યુલેટરી ઓથોરીટી મહારાષ્ટ્રે એસએસઆર શિક્ષણ પરીસર સ્થિત ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રીસર્ચમાં સેતુ સુવિધા કેન્દ્રની શરૂઆત કરી છે.
જયાં પ્રોફેશનલ ર્કોષમાં નામાંકન માટે વિદ્યાર્થીઓને જાણકારી મળશે. મહારાષ્ટ્ર એડમિશન રેગ્યુલેટરી ઓથોરીટીએ પ્રોફેશનલ એડમિશને નવા નિયમ બનાવ્યા છે, જેની જાણકારી સેતુ સુવિધા કેન્દ્ર પર મળે છે. પહેલા વિદ્યાર્થીઓને જાણકારી માટે મુંબઈ જવુ પડતું હતું, એસ.એસ.આર. શિક્ષણ પરીસરમાં આ સુવિધા હોવાથી વિદ્યાર્થીઓને સરળતા થઈ છે. પુના યુનિ. સાથે સંલગ્ન એસએસઆર કોલેજમાં ફાર્મસી, મેનેજમેન્ટ અને બીએડના કોર્ષ ચાલે છે કોલેજની સ્થાપનાને ૧૩ વર્ષ પૂર્ણ થઈ ગયા છે.*