Western Times News

Gujarati News

બર્થ ડે પર દિવ્યાંકા ત્રિપાઠીને ડ્રીમ ડેટ પર લઈ ગયો પતિ

મુંબઈ, દિવ્યાંકા ત્રિપાઠી હાલ પતિ વિવેક દહીયા સાથે દુબઈના વેકેશન પર છે. એક્ટ્રેસે તેનો ૩૭મો બર્થ ડે (૧૪ ડિસેમ્બર) પણ ત્યાં જ સેલિબ્રેટ કર્યો હતો. બર્થ ડે પર દિવસ દરમિયાન દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહીયાએ પેરાસેલિંગની મજા લીધી હતી, તો રાતે એક્ટ્રેસને પતિ તરફથી સરપ્રાઈઝ પણ મળી હતી. જેનો વીડિયો હવે તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વિવેકે પત્ની દિવ્યાંકાના બર્થ ડે પર ખાસ પ્લાનિંગ કર્યું હતું. તે તેને ડેટ પર લઈ ગયો હતો.

આ માટે તેણે હોટેલ બહારની જગ્યામાં ખાસ ડેકોરેશન પણ કરાવ્યું હતું. વિવેક આવું કંઈક પ્લાન કરશે તેવી દિવ્યાંકાને સહેજ પણ અપેક્ષા નહોતી અને પતિ તરફથી મળેલી સરપ્રાઈઝ જાેઈને તે અચંબિત થઈ ગઈ હતી. દિવ્યાંકા ત્રિપાઠીએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં તેને પતિ સાથે હાથમાં હાથ પરોવીને ચાલતી જાેઈ શકાય છે.

સરપ્રાઈઝ જાેઈને તે પોતાને નસીબદાર છોકરી ગણાવે છે. આ સિવાય વીડિયોમાં કપલે લીધેલા સ્વાદિષ્ટ ડિશની ઝલક પણ જાેઈ શકાય છે. વીડિયોમાં આગળ હોટેલનો સ્ટાફ એક્ટ્રેસ માટે કેક લઈને આવે છે અને તેના માટે બર્થ ડે સોન્ગ પણ ગાઈ છે. એક્ટ્રેસ બાદમાં કેક કટ કરે છે. તે કેટલી ખુશ છે તે તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ છે.

વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘બરફી’ ફિલ્મનું ‘ઈતની સી હસી ઈતની સી ખુશી સોન્ગ વાગી રહ્યું છે. વીડિયો શેર કરીને એક્ટ્રેસે લખ્યું છે ‘પર્ફેક્ટ ગિફ્ટ કરતાં વધારે સારું મળ્યું, જ્યારે મારું બર્થ ડે ડિનર ડ્રીમ ડેટમાં ફેરવાયું. હું તો ખુશ થઈ ગઈ. થોડા દિવસ પહેલા દિવ્યાંકા ત્રિપાઠીએ પેરાસેલિંગ દરમિયાન પતિ સાથે થયેલી વાતચીતનો વીડિયો શેર કર્યો હતો.

દિવ્યાંકાને આ દરમિયાન વીડિયો ઉતારતી જાેઈને વિવેકે જાે ફોન પાણીમાં પડ્યો તે પરત લેવા નહીં જાય તેમ કહ્યું હતું. તો દિવ્યાંકાએ કહ્યું હતું ‘તે લાઈવ જેકેટ પહેર્યું છે, તો તું જઈ શકે છે. બાદમાં દિવ્યાંકાએ તેનો ફોન દરિયામાં પડી ગયો હોવાની મજાક કરી હતી અને કહ્યું હતું જે મને સાચો પ્રેમ કરે છે તે નીચે કૂદીને મારો ફોન લઈ આવે. તેના પર વિવેકે કહ્યું હતું ‘હું તો નથી કરતો. વર્ક ફ્રંટની વાત કરીએ, દિવ્યાંકા ત્રિપાઠી છેલ્લે ‘ખતરો કે ખિલાડી ૧૧’માં જાેવા મળી હતી. તે સીઝનને ફર્સ્‌ટ રનર અપ બની હતી. બીજી તરફ વિવેક દહીયા ઘણા સમયથી ટીવીથી દૂર છે અને બીજા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.