વિકી-કેટરિના પહેલીવાર પડદા પર સાથે જોવા મળશે

મુંબઈ, વિકી કૌશલ અને કેટરિના કૈફે ૯ ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કપલે મહેંદી-હલ્દી જેવી સેરેમનીની વિવિધ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. લગ્ન બાદ વિકી અને કેટરિના હનીમૂન પર ઉપડી ગયા હતા અને ત્રણ દિવસ પહેલા જ તેઓ મુંબઈ પરત ફર્યા છે.
મિસ્ટર અને મિસિસ કૌશલ તરીકે કપલે એરપોર્ટ પર મીડિયાને પોઝ આપ્યો હતો. હાથમાં હાથ નાખીને વિકી અને કેટરિના પતિ-પત્ની તરીકે પહેલીવાર મીડિયાની સામે આવ્યા હતા. તેમની જાેડી ખૂબ જ સુંદર લાગતી હતી. રસપ્રદ વાત તો એ છે કે, રિયલ લાઈફ પતિ-પત્ની વિકી અને કેટરિનાએ આજ સુધી ક્યારેય પડદા પર સાથે કામ નથી કર્યું. જાેકે, હવે ફેન્સ તેમને પડદા પર નિહાળી શકે છે. વિકી કૌશલ અને કેટરિના કૈફે નવો પ્રોજેક્ટ સાઈન કર્યો છે.
વિકી અને કેટરિના એક વિજ્ઞાપનમાં સાથે જાેવા મળશે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, “વિકી અને કેટરિનાને એક હેલ્થ પ્રોડક્ટનો પ્રોજેક્ટ ઓફર થયો છે અને તેનું શૂટિંગ તેઓ ટૂંક સમયમાં જ કરવાના છે. આ જ સૂત્રએ એમ પણ જણાવ્યું કે, વિકી-કેટરિનાએ અન્ય એક જાણીતી બ્રાન્ડનો પ્રોજેક્ટ પણ સાઈન કર્યો છે.
આ પહેલીવાર નથી જ્યારે કોઈ સેલિબ્રિટી કપલે લગ્ન બાદ વિજ્ઞાપનમાં સાથે કામ કર્યું હતું. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ લગ્ન બાદ કેટલાક વિજ્ઞાપનોમાં સાથે જાેવા મળ્યા છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય પણ એડમાં સાથે દેખાઈ ચૂક્યા છે. બી-ટાઉનનું વધુ એક જાણીતું કપલ એટલે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર.
તેમના લગ્ન હજી બાકી છે પરંતુ તેઓ સાથે વિજ્ઞાપનમાં દેખાઈ ચૂક્યા છે. ત્યારે હવે ટૂંક સમયમાં જ વિકી અને કેટરિના સાથે એડમાં દેખાઈને ફેન્સને ખુશ કરી દેશે. વર્કફ્રંટની વાત કરીએ તો, કેટરિના કૈફ સલમાન ખાન સાથે ફિલ્મ ‘ટાઈગર ૩’નું શૂટિંગ કરી રહી છે. આ સિવાય તેની પાસે ‘ફોન ભૂત’ અને ‘જી લે ઝરા’ જેવી ફિલ્મો છે. બીજી તરફ વિકી કૌશલ ‘ધ ઈમમોર્ટલ અશ્વત્થામા’માં જાેવા મળશે. આ સિવાય તે સેમ માણેક શોની બાયોપિક અને ‘ગોવિંદા નામ મેરા’ જેવી ફિલ્મોમાં દેખાશે.SSS