Western Times News

Gujarati News

એકલી દીકરીની સાથે ન રહો, શૈતાન ગમે ત્યારે સવાર થઈ શકે છે: સપાના ધારાસભ્ય

લખનૌ, ભારતમાં છોકરીઓના લગ્નની ઉંમર ૧૮થી વધારીને ૨૧ કરવામાં આવી છે. જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. હાલમાં જ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આજમીએ છોકરીઓની ઉંમરને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તે સરકારના આ પગલાને ખોટું માની રહ્યા છે. સાથે તેમણે કહ્યું કે જાે લગ્નમાં મોડું થાય છે તો છોકરો અથવા છોકરી કોઈ ગુનો કરે છે તો તેનું પાપ મા-બાપને મળે છે.

એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે જેવી છોકરીઓ મોટી થઈ જાય છે સગીર થઈ જાય છે અથવા લગ્નને યોગ્ય થઈ જાય છે. છોકરો હોય કે છોકરી તેમના લગ્ન કરાવી દેવા જાેઈએ. જાે પાત્ર નથી મળતું તો રાહ જાેવો. પરંતુ જેવું પાત્ર મળે છે તેમના લગ્ન કરાવી દેવા જાેઈએ. જાે કોઈ કારણોથી મોડું કરાવો છો તો તેઓ કોઈ પાપ કરશે તેનું પાપ મા બાપને મળશે. તેમણે બહું મોડું કરાવ્યું લગ્ન કરાવવામાં.

આ દરમિયાન સપા નેતાનું કહેવું છે કે જ્યારે છોકરીઓ આપડી દીકરીઓ, મારી બહેન ઘરમાં એકલી છે તો પણ અમને એવા સંસ્કાર આપવામાં આવ્યા છે કે એકલી દીકરીની સાથે ન રહો, ‘શૈતાન ગમે ત્યારે સવાર થઈ શકે છે.’

સરકારના ર્નિણય પર આજમીએ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ભગવાન અને અલ્લાહના બનાવેલા સામ્રાજ્યમાં દખલ આપવાથી અસંતુલન થઈ જાય છે. આની પહેલા સાંસદ સૈયદ તુફૈલ હસન સહિત કેટલાક નેતાઓ છોકરીઓના લગ્નને લઈને નિવેદન આપી ચૂક્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.