સમસ્તીપુરના સબ રજિસ્ટ્રાર મની રંજને ગેરકાયદેસર રીતે ૧.૬૨ કરોડ રૂપિયાની સંપત્તિ ભેગી કરી
પટણા, બિહારમાં ભ્રષ્ટ સરકારી અધિકારીઓ સામે સ્પેશિયલ વિજિલન્સ યૂનિટની કાર્યવાહી લગાતારી ચાલી રહી છે. વિજિલન્સે અનેક સરકારી અધિકારીઓના ઘરે અને અન્ય સ્થળો પર દરોડો પાડીને કરોડો રોકડા રૂપિયા, ઝવેરાત, જમીનના કાગળો વગેરે જપ્ત કર્યા છે.
વારંવાર આવા ભ્રષ્ટ અધિકારીને ત્યાં દરોડાના સમાચાર આવતા રહે છે, પંરતુ લાગે છે કે ખાય બદેલાં અને નફ્ફટ ચામડીના થઇ ગયેલા આ અધિકારીઓને કોઇનો ડર લાગતો નથી. આવા જ એક ભ્રષ્ટ સરકારી અધિકારીને ત્યાં વિજિલન્સ ટીમે દરોડા પાડયા ત્યારે રોકડા રૂપિયાનો ખજાનો જાેઇને ટીમની આંખો તો પહોળી થઇ ગઇ હતી, પરંતુ તમે પણ આ તસ્વીરો જાેશો તો તમારી આંખો પણ ફાટી જશે.
બિહારની સ્પેશિયલ વિજીલન્સ ટીમે આવકથી વધારે સંપત્તિ ધરાવવાના મામલે સમસ્તીપુરના સબ રજિસ્ટ્રાર મનીરંજનને ત્યાં દરોડા પાડયા છે. સબ રજિસ્ટ્રારના સમસ્તીપુર, પટના અને મુઝફ્ફરપુર એમ ૩ સ્થળોએ રેડ પાડવામાં આવી છે. આ દરોડામાં વિજિલન્સ ટીમને મોટી માત્રામાં રોકડ મળી આવી છે. દરોડાની કાર્યવાહી હજુ ચાલી રહી છે.
બિહારના સમસ્તીપુરના સબ રજિસ્ટ્રાર મની રંજને સરકારી પદ પર રહીને ગેરકાયદેસર આવક કરતા વધારે ૧.૬૨ કરોડ રૂપિયાની સંપત્તિ ભેગી કરી હતી. આ વધારાની સંપત્તિ વિજિલન્સ ટીમે જપ્ત કરી લીધી છે.બિહાર સરકારની સ્પેશિયલ વિજિલન્સ યુનિટે મની રંજન સામે ભ્રષ્ટ્રાચાર નિવારણ અઘિનિયમની કલમો મુજબ કેસ દાખલ કર્યો હતો. એ પછી વિજિલન્સ યૂનિટે કોર્ટમાં સબ રજિસ્ટ્રાર સામે કાર્યવાહી કરવા માટે મંજૂરી માંગી હતી, જે કોર્ટે મંજૂર કરતા શુક્રવારે સાગમટે ૩ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
સ્પેશિયલ વિજિલન્સ યૂનિટ પાસે માહિતી હતી તે મની રંજન પાસે ભ્રષ્ટ્રચારનો મોટો ખજાનો છે અને મનીરંજન બબાલ ઉભી કરી શકે છે. એ વાતનું ધ્યાન રાખીને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.
દરોડો દરમ્યાન ૫૦૦ અને ૨૦૦૦ની નોટોના થપ્પાંને થપ્પા મળ્યા હતા. આર્થિક અપરાધ યૂનિટ અને સ્પેશિયલ વિજિલન્સ યૂનિટના એફડીજી નૈયર હસનૈન ખાને કહ્યું હતું કે મુઝફફરપુરમાં અહીયાપુરમાં આવેલા કોલ્હુઆમાં મની રંજનના ઘરે ટીમ તપાસ કરી રહી છે અને પટના અને સમસ્તીપુરમાં આવેલા મનીરંજનના ફલેટમાં પણ તપાસ ચાલી રહી છે. ખાને કહ્યુ હતું કે દરોડાની કાર્યવાહી પુરી થયા પછી સંપત્તિનો આંકડો બહાર આવશે.HS