ચીનને જવાબ આપવા માટે ભારત પાસે ઈચ્છાશક્તિ અને ક્ષમતા પણ છેઃ ફ્રાંસના સંરક્ષણ મંત્રી
નવી દિલ્હી, ચીન અને ભારત વચ્ચે લદ્દાખ મોરચે ચાલી રહેલા તનાવની વચ્ચે ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લેએ ભારતની તરફેણમાં મહત્વનુ નિવેદન આપ્યુ છે.
ફ્લોરેન્સ પાર્લે અને ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વચ્ચે આજે મંત્રણા થઈ હતી.આ દરમિયાન પાર્લેએ કહ્યુ હતુ કે, ભારત પાસે ચીનના કોઈ પણ પ્રકાના દુસાહસનો જવાબ આપવા માટે મજબૂત ઈચ્છાશક્તિ પણ છે અને ક્ષમતા પણ છે.ખાસ કરીને ચીન ઈન્ડિયન અને પેસિફિક ઓસન વિસ્તારમાં તેમજ સાઉથ ચાઈના સીમાં આક્રમક વલણ અપનાવી રહ્યુ છે.
ભારત અને ફ્રાન્સના સંરક્ષણ મંત્રી વચ્ચે સંરક્ષણ, ઔદ્યોગિક સહયોગ, આતંકવાદની સામે લડવા માટે બંને દેશો વચ્ચે સહયોગ, દરિયાઈ સુરક્ષા જેવા મુદ્દાઓ પર વાતચીત થઈ હતી.આ સિવાય એક બીજાની સાથે માહિતીના આદાન પ્રદાન અને એરોસ્પેસ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યુ હતુ કે, ભારત અને ફ્રાંસ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી અગાઉ ક્યારેય નહોતી તેટલી મહત્વની અને વર્તમાન સંજોગોમાં પ્રસ્તુત બની છે.
આ પહેલા પાર્લેએ કહ્યુ હતુ કે, ચીન વેપાર ક્ષેત્રમાં ભલે પાર્ટનર હોય પણ અમે જોઈ રહ્યા છે કે, ચીન આ વિસ્તારમાં વધારે આક્રમક બની રહ્યુ છે.
પાર્લેએ પીએમ મોદી અને એનએસએ અજિત દોવાલ સાથે પણ મુલાકાત કરી છે.