Western Times News

Gujarati News

રાહુલ ગાંધીએ રુદ્રાક્ષ પહેરવાનો ઈનકાર કર્યો: સંબિત પાત્રા

નવીદિલ્લી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના ઉત્તરાખંડ એકમે એક વીડિયો ટિ્‌વટ કર્યો છે જેમાં રાહુલ ગાંધીને રુદ્રાક્ષ(હિંદુઓ દ્વારા ઉપયોગ કરાતી પ્રાર્થનાની માળા) પહેરવાનો ઈનકાર કરતા બતાવવામાં આવ્યા છે. ભાજપ નેતા અમિત માલવીય અને સંબિત પાત્રા સહિત ઘણા નેતાઓએ એ વીડિયોને ટિ્‌વટ કર્યો છે.

અમિત માલવીયએ ટિ્‌વટ કરીને કહ્યુ છે, ‘આ એ જ(રાહુલ ગાંધી) વ્યક્તિ છે જે ચૂંટણીની બરાબર પહેલા મંદિરોમાં જાય છે. એક જનોઈધારી હિંદુ હોવાનો દાવો કરે છે અને હિંદુ ધર્મના ભાષણ આપે છે.’ સંબિત પાત્રા બોલ્યા – જેમને જાળીદાર ટોપીથી પ્રેમ હોય… ભાજપે કહ્યુ કે કોંગ્રેસ દરેક ચૂંટણી પહેલા આવુ જ કરે છે. જેવુ કે હમણા પંજાબ, ઉત્તર પ્રદેશ, ગોવા અને મણિપુર સાથે ફેબ્રુઆરી ૨૦૨૨માં યોજાનાર ચૂંટણી પહેલા આવે છે.

રાહુલ ગાંધીને હિંદુ ધર્મ અને હિંદુત્વનુ જ્ઞાન ઓછુ છે આરએસએસ(સંઘ)ના વરિષ્ઠ નેતા ઈંદ્રેશ કુમારે ગુરુવારે(૧૬ ડિસેમ્બર)ના રોજ વાયનાડના સાંસદ રાહુલ ગાંધી પર હિંદુઓ અને હિંદુત્વવાદીઓ પર તેમની લેટેસ્ટ ટિપ્પણીને લઈને નિશાન સાધ્યુ અને કહ્યુ કે આ વિષય પર તેમનુ જ્ઞાન ખૂબ ખરાબ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.