Western Times News

Gujarati News

ઘણી રાજ્ય સરકારો વાયુ પ્રદૂષણને રોકવા માટે ભંડોળનો ઉપયોગ કરવામાં પાછળ

નવીદિલ્હી, પ્રદૂષણ રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જારી ધનનો ઉપયોગ કરવામાં તમામ રાજ્ય સરકાર પાછળ છે. પર્યાવરણ મંત્રાલયના એનસીએપીની રાષ્ટ્રીય સર્વોચ્ચ સમિતિ તરફથી જારી આંકડા અનુસાર તમામ રાજ્ય સરકાર વાયુ પ્રદૂષણ રોકવા માટે જારી ધનનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમની રાષ્ટ્રીય સર્વોચ્ચ સમિતિની બેઠકમાં આ વાત સામે આવી.એનસીએપીની પહેલી બેઠક દરમિયાન જારી આંકડા અનુસાર તમામ રાજ્ય પોત-પોતાના રાજ્યમાં વાયુ પ્રદૂષણ રોકવા માટે રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ હેઠળ કેન્દ્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી રકમનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો નહીં, જેનાથી પ્રદૂષણ ઓછુ થયુ નહીં.

રિપોર્ટ અનુસાર ૨૦૧૮,૧૯થી ૨૦૨૦-૨૧ સુધી ૧૧૪ શહેરોને રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ હેઠળ કુલ ૩૭૫, ૪૪ કરોડ રુપિયા આપવામાં આવ્યા અને ૨૦૨૧-૨૨ માટે ૮૨ શહેરોને ૨૯૦ કરોડ ફાળવાયા પરંતુ આ દરમિયાન રાજ્ય સરકાર પ્રદૂષણ પર લગામ લગાવવામાં પાછળ રહી ગઈ. કેન્દ્ર સરકાર પ્રદૂષણ રોકવા માટે તમામ રાજ્યોને વર્ષ ૨૦૨૧-૨૬ની વચ્ચે ૭૦૦ કરોડ રુપિયા જારી કરશે.

ગયા મહિને રાજધાની દિલ્હી અને એનસીઆરમાં વાયુ પ્રદૂષણ વધવાને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને ફટકાર લગાવતા જવાબ માગ્યો હતો કે બંને સરકાર તે ઉદ્યોગો, પાવર પ્લાન્ટ્‌સની જાણકારી આપે જેમણે વાયુ પ્રદૂષણ રોકવાના હેતુથી કેટલાક સમય માટે બંધ કરી શકાય છે. કોર્ટે વાહનની અવર-જવર રોકવા પર પણ વિચાર કરવા માટે પણ કહ્યુ હતુ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.