હવે વિદેશી ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ ભારતીય ડેટા વિદેશમાં મોકલી શકશે નહી
નવીદિલ્હી, સરકાર માત્ર વ્યકિતગત ડેટા જ નહી. પરંતુ બિન -વ્યકિતગત ડેટાને પણ સુરિક્ષત કરશે. વિદેશી ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ ભારતીય ડેટા વિદેશમાં મોકલી શકશે નહી. આમ કરવા બદલ તેમને ૧૫ કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે છે. સંવેદનશીલ ડેટા જે કોઇ રીતે વિદેશમાં ગયા છે તેની નકલો ભારતમાં લાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે. જેથી સરકારને તેની જાણ થાય. ડેટા પ્રોટેકશન બિલ, જે છેલ્લા ત્રણ વર્ષથી પેન્ડિંગ છે, તેને સંસદ દ્વારા પસાર થયાના બે વર્ષમાં તબક્કાવાર રીતે સંપૂર્ણ રીતે લાગુ કરી શકાય છે.
રેગ્યુલેટર તરીકે ડેટા પ્રોટેકશન ઓથોરીટીની રચના કરવામંા આવશે. આ તમામ ભલામણો પર્સનલ ડેટા પ્રોટેકશન બિલ પર ૩૦ સભ્યોની સંયુકત સંસદીય સમિતિ દ્વારા કરવામાં આવી છે. ગુરુવારે સમિતિએ પોતાનો રિપોર્ટ સંસદમાં સોંપ્યો હતો. બે વર્ષ પહેલા ૧૧ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ, પર્સનલ ડેટા પ્રોટેશ્કશન બિલ, ૨૦૧૯ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું અને તે પછી જ બિલ સંયુકત સંસદ સમિતિને સોંપવામાં આવ્યું હતું.
સમિતિએ પોતાની ભલામણોમાં કહયુ છે કે આ બિલ માત્ર વ્યકિતગત ડેટા જ નહીં પરંતુ બિન-વ્યકિતગત ડેટાને પણ સુરિક્ષત કરશે, તેથી તેનું નામ ડેટા પ્રોટેકશન બિલ, ૨૦૨૧ હશે અને જયારે તે કાયદો બનશે ત્યારે તેને ડેટા પ્રોટેકશન એકટ કહેવામાં આવશે.
સમિતિને પોતાની ભલામણોમાં કહ્યું છે કે આ બિલને ૨૪ મહિનામાં તબક્કાવાર રીતે સંપૂર્ણ રીતે લાગુ કરી શકાય છે. ડેટા પ્રોટેકશન કાયદાની તાત્કાલિક જરૂરિયાત એટલા માટે પણ છે કારણકે ફેસબુક, વોટસએપ, ટિવટર જેવા ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મે ઘણી વખત કહયું છે કે જાે ભારતમાં કોઇ ડેટા સંરક્ષણ કાયદો નથી.
તો તેઓએ કોનું પાલન કરવું જાેઇએ. જેપીસીના રિપોર્ટ બાદ આ બિલને સંસદે નવી રીતે પાસ કરાવવું પડશે. જે હવે આગામી સત્રમાં જ દેખાઇ રહ્યું છે. વ્યકિતગત અને બિન-વ્યકિતગત ડેટાનો ઉપયોગ કરતા પ્લેટફોર્મ અથવા એન્ટિટીઓએ તેમના વતી ડેટા સુરક્ષા ભંગની સંપૂર્ણ વિગતો રાખવાની અને સમય સમય પર નિયમનકારને સૂચિત કરવાની જરૂર પડશે. બાળકોના ડેટાનો ઉપયોગ કરતા પ્લેટફોર્મે પોતાની જાતને ડેટા પ્રોટેકશન ઓથોરીટી સાથે રજીસ્ટર કરાવવી પડશે.
જાે ઇન્ટરનેટ મીડિયા કંપનીની ભારતમાં ઓફિસ નથી, તો તેને અહીં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહી. મધ્યસ્થી સિવાયના તમામ ઇન્ટરનેટ મીડિયાને તેમના પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવેલી સામગ્રી માટે જવાબદાર ગણવામાં આવશે.
યુએસ અને યુરોપિયન યુનિયન જેવા સ્વદેશી નેટવર્કને નાણાંકીય વ્યવસ્થાને સુરિક્ષત રાખવા માટે વિકસાવવાની જરુર છે. જેથી ગોપનીયતાની સુરક્ષા સાથે ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપી શકાય. દેશમાં ઉપયોગમાં લેવાતા તમામ ડિજિટલ ઉપકરણોએ એક માત્ર પ્રમાણપત્ર લેવું પડશે કે તેમના ઉપકરણ ડેટા સુરક્ષાનું ઉલ્લંઘન કરશે નહી,HS