ઈજાગ્રસ્ત રોહિતના સ્થાને કે.એલ. રાહુલ વાઈસ કેપ્ટન
નવી દિલ્હી, સાઉથ આફ્રિકાના પ્રવાસે પહોંચેલી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમ માટે વાઈસ કેપ્ટન તરીકે કે એલ રાહુલની વરણી કરાઈ છે. ઈજાના કારણે રોહિત શર્મા ટેસ્ટ સિરિઝમાં નથી રમવાનો ત્યારે ટીમ મેનેજમેન્ટે રાહુલની વરણી વાઈસ કેપ્ટન તરીકે કરી છે.સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલા અજિંક્ય રહાણે વાઈસ કેપ્ટન હતો પણ ખરાબ બેટિંગ ફોર્મ સામે ઝઝૂમી રહેલા રહાણેની વાઈસ કેપ્ટનશિપ લઈને રોહિત શર્માને સોંપવામાં આવી હતી.
જાેકે રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા બાદ હવે રાહુલને આ જવાબદારી આપવામાં આવી છે.જાેકે રોહિતની ટેસ્ટ ટીમમાં વાપસી બાદ રાહુલ વાઈસ કેપ્ટન નહીં રહે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટની સિરિઝ રમવાની છે અને રોહિતની ગેરહાજરીમાં કે એલ રાહુલ પર ભારતને સારી શરુઆત અપાવવાની જવાબદારી રહેશે.રાહુલ સાથે મયંક અગ્રવાલ ઓપનિંગ કરે તેવી શક્યતા છે.SSS