Western Times News

Gujarati News

ગેમની લતે ચઢેલા દીકરાઓએ ઘરમાં પિતાના પૈસાની ચોરી કરી

અમદાવાદ, આજના આધુનિક સમયમાં બાળકોને નાનપણથી જ મોબાઈલ ફોનની ખોટી લત પડી રહી છે. આ કારણે પરિવારે ઘણી વખત મુશ્કેલીમાં મૂકાવું પડતું હોય છે. આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે કે જેમાં ગેમની લતે ચઢેલા કિશોરે પોતાના જ ઘરમાં ચોરી કરવાનું શરુ કરી દેતા પિતાએ ફરિયાદ નોંધાવી છે.

ઓઢવ વિસ્તારમાં બનેલા કિસ્સામાં કિશોર પિતાના મોબાઈલ ફોનમાંથી ફ્રી ફાયર ગેમ રમવા માટે પેટીએમ દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરી દેતો હતો. પિતાને પોતે રૂપિયા ટ્રાન્સફર કર્યાની ગંધ ના આવે તે માટે તે મેસેજ પણ ડિલિટ કરી દેતો હતો. આ મામલે વેપારીએ પોતાના દીકરા સામે જ ગુનો નોંધાવતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

જ્યારે વેપારી પોતાના ફોનમાંથી પેટીએમનો ઉપયોગ કરીને રૂપિયા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ખબર પડી કે રૂપિયા ટ્રાન્સફર થતા નથી. તેમણે આ અંગે શંકા જતા તેમના બાળકોની પૂછપરછ કરી હતી, જેમાં તેમને જાણવાા મળ્યું કે તેમના ફોનમાંથી દીકરાએ ફ્રી ફાયર ગેમ રમવા માટે મિત્રોને પેટીએમ દ્વારા રૂપિયા મોકલ્યા હતા.

આ સિવાય તિજાેરીમાં મૂકેલા રૂપિયામાંથી પણ ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે ઘરના ફર્નિચર અને રિનોવેશન માટે રાખેલા ૧૨ લાખ રૂપિયામાંથી બે લાખ ઓછા થયા હોવાનું જણાતા ઘરમાં તપાસ કરી હતી. જેમાં તેમને જાણવા મળ્યું હતું કે જ્યારે તેમના પત્ની ઘરમાં ના હોય ત્યારે છોકરાઓ તિજાેરી ખોલીને તેમાંથી રૂપિયા લઈને મિત્રોને આપતા હતા, આ સિવાય કેટલાક રૂપિયા તેમણે ફ્રી ફાયર ગેમ રમવા માટે વાપર્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

હવે પોતાના રૂપિયાની ચોરી મામલે વેપારીઓ પોતાના દીકરા તથા તેમના મિત્રો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે આ મામલે પોલીસ દ્વારા તપાસ થયા બાદ એ બાબત સ્પષ્ટ થશે કે તેમણે રૂપિયાનો ક્યાં કેટલો ઉપયોગ કર્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.