તેલંગાણામાં પહેલીવાર ગે કપલે લગ્ન કર્યા
હૈદરાબાદ, તેલંગાણામાં પહેલીવાર ગે કપલ (સમલૈંગિક પુરુષ) સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગ તેમના 10 વર્ષ જૂના સંબંધોને આગળ વધારીને લગ્નના બંધનમાં બંધાયા છે. આ દિવસે સુપ્રિયોએ કહ્યું હતું કે તેમણે લગ્ન કરીને બધાને એક સ્ટ્રોંગ મેસેજ આપ્યો છે કે ખુશ રહેવા માટે કોઈને મંજૂરીની જરૂર નથી.
તેલંગાણામાં આ સમલૈંગિક પુરુષોનું પહેલું કપલ છે. જોકે હજી તેમના લગ્ન રજિસ્ટર કરાયા નથી, પરંતુ તેમના સમારોહમાં પરિવારના અમુક લોકો અને મિત્રો ભેગા થયા હતા. સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગને તેમનાં માતા-પિતાએ પણ આશીર્વાદ આપ્યા છે.